ગુજરાતમાં તમાકુ ના વેચાણ પર પ્રતિબંધ મુકવા માણાવદર તાલુકાના પાજોદ ગામના ખેડૂત પુત્ર જયદીપ ભાલોડીયા દ્રારા પ્રધાન મંત્રી લેખીત રજુઆત કરાય કે વિશ્વમાં મોઢા ના કેન્સર સૌથી વધારે કિસ્સાઓ ભારતમાં છે અને તેનુ કારણ છે ભારતમાં કેન્સરના ૧૦૦ પૈકી ૪૦ કેશો તમાકુ સાથે સંકળાયેલા હોય છે મોઢાના કેન્સર ના લગભગ ૯૫% જેટલા કેસો તમાકુના લીધે થાય છે. ભારત નું યુવા ધન પણ આ લતથી બાકાત નથી ૧૩ થી ૧૫ વર્ષના વિદ્યાર્થી તમાકુના ૧૯% જેટલો ઉપયોગ કરે છે ( ગ્લોબલ યુથ ટોબેકો સર્વે ) ભારતમાં દરોજ તમાકુના સેવના કારણે કેન્શર જેવા રોગના કારણે ભારત સરકારના આંકડા મુજબ દરોજ 2700 કરતા વધુ લોકો મૃત્યુ પામે છે.
ખાસ કરી ને સૌરાષ્ટ્રમાં મોઢાનિ કેન્સરનુ પ્રમાણ વધતું જાય છે . ગામડામાં નાના માં નાની વ્યક્તિ સુધી આ ઝેર પહોંચવા લાગ્યું છે આ બાબતે સરકારે આવનારી પેઢી બાબતે વિચારી ને ગંભીરતા પૂર્વક વિચારી ને સરકારે તમાકુ નું વેચાણ તેમજ સંગ્રહ અને ખરીદી પર રોક લગાવવી જોઈએ આપડા નજીક ના રાજ્યો રાજસ્થાન ,મહારાષ્ટ્ર જેવા રાજ્યો માં ગુટકા તેમજ તમાકુ વેચાણ પર 100% પતિબંધ છે. ગતિસીલ ગુજરાતમાં શા માટે આવા નિર્ણય કરવામાં નથી આવતા તમાકુ ના વેચાણ પર પતિબંધ લગાડવા માં આવે તો હજરો પરીવાર સમયસર બચી શકે તેમ છે એટલુંજ નહિ આજે મજૂરી કરતા લોકો પોતાના પરિવાર ને સારો ખોરાક નથી આપી શકતા પણ આવા વ્યસન પાછળ આંધળો ખર્ચ કરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રત્યેક વર્ષે ૩૧ મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ માણાવદર તાલુકા ના પાજોદ ગામના યુવાન જયદીપ ભાલોડીયા દ્વારા પ્રધાનમંત્રી ને કાગળ લખી રજૂઆત કરાય કે ૩૧ મેં ના દિવસે ગુજરાત માં તમાકુ તેમજ ગુટકા અને તમામ પ્રકારના વેચાણ પર પ્રતિબંધ કરવામાં આવે તેવી માગણી સાથે રજુઆત કરાય.
- Advertisement -
રીપોર્ટર- જીજ્ઞેશ પટેલ માણાવદર