ગુજરાત રાજ્યમાં બર્ડફ્લુનો સૌ પ્રથમ કેસ માણાવદર પંથકમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે.માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમ નજીકથી ગત તા.2નાં ટીટોડી સહિત 53 પક્ષીના મૃતદેહ મળ્યા હતાં.
આ મૃતદેહમાંથી બે ટીટોડીના મૃતદેહના સેમ્પલ ભોપાલની નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હાઈસિકયુરિટી ડિસીઝ નિષાદમાં મોકલાયા હતાં. જેમાં બંને ટીટોડીના બર્ડફલુથી મોત થયાનો રિપોર્ટ આવ્યો હતો. પક્ષીના બર્ડફલુથી મોત થયાનું સામે આવતા દોડધામ થઈ ગઈ હતી.
- Advertisement -
માણાવદર રેન્જ હેઠળ આવેલા બાંટવા રાઉન્ડના બાંટવા ખારા ડેમ રેવન્યુ વિસ્તારમાંથી ગત તા.2 જાન્યુ.ના 46 ટીટોડી, ત્રણ બગલી, ત્રણ બતક અને એક નકટો મળી કુલ 53 પક્ષીના મોત થયા હતાં. અને આ તમામ પક્ષીના મૃતદેહ ખારાડેમ આસપાસથી મળી આવ્યા હતાં. આ પક્ષીઓના મૃતદેહને વનતંત્રએ સૃથાનિક વેટરનરી તબીબને પી.એમ. કરવા માટે સોંપ્યા હતાં. પરંતુ ત્યાંથી પી.એમ. કરવા જૂનાગઢ મોકલાયો હતાં. જયારે અન્ય મૃતદેહોના સેમ્પલ લેવાયા હતાં.
જૂનાગઢથી પક્ષીના મૃતદેહના સેમ્પલને અમદાવાદ મોકલાયા ત્યાંથી શંકાસ્પદ લાગતા બે ટીટોડીના મૃતદેહોના સેમ્પલ ભોપાલમાં આવેલી નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હાઈ સિક્યુરિટી ડિસીઝ નિષાદ સંસૃથામાં મોકલાયા હતાં. આજે આ બંને ટીટોડીના બર્ડ ફલુથી મોત થયાનો રિપોર્ટ આવ્યો હતો.
ગુજરાતમાં સૌ પ્રથમ માણાવદરમાં બર્ડફલુથી ટીટોડી તથા બતક, બગલી અને નકટા પક્ષીના પણ બર્ડ ફલુથી મોત થયાનું માનવામાં આવી રહ્યું છે. જેના પગલે પશુ ચિકીત્સા વિભાગ દ્વારા બાંટવા ખારા ડેમ તેમજ આસપાસના વિસ્તાર, જિલ્લાના મરચા ઉછેર કેન્દ્ર, નદી આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા અંદાજે 300થી વધુ પક્ષીઓના સેમ્પલ લઈ તેને પૃથૃથકરણ માટે મોકલવામાં આવ્યા છે. અને અન્ય સાવચેતીના પગલા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
- Advertisement -
સક્કરબાગ ઝૂમાં મૂલાકાતીઓ માટે પક્ષી વિભાગ કરાયો બંધ
ગુજરાતમાં સૌ પ્રથમ માણાવદર પંથકમાં બર્ડફલુથી પક્ષીના મોત થયાની પુષ્ટિ થતા સાવચેતીના ભાગરૂપે સક્કરબાગ ઝૂમાં મૂલાકાતીઓ માટે પક્ષી વિભાગ બંધ કરવામાં આવ્યો છે. અને તમામ પક્ષીઓ પર નજર રાખી સાફ – સફાઈ સહિતની કામગીરી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.


