ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના વંથલી ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાનો મેળો વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો જેનું દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે હાજર રહેલ અધિકારીઓએ ખેતીવાડી ખાતાને લગતી યોજનાઓ, બાગાયત ખાતે ને લગતી યોજનાઓ વિશે, પ્રાકૃતિક ખેતી વિશે તેમજ મિલેટ પાકો વિશે માહિતી આપી હતી તેમજ મીલેટ પાકો અંતર્ગત પાકૃતિક ખેતી તથા મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિશે માર્ગદર્શન આપેલ હતું તેમજ કૃષિ નિષ્ણાતો દ્વારા તૃણ ધાન્ય પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા આધુનિક ખેતી પધ્ધતિ પર માર્ગદર્શન આપ્યું હતું.
સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર દ્વારા યુવાનોને હાલ કેન્સરના રોગને નાથવા તંબાકુના માવા છોડી ગાયના દૂધના માવા ખાવા ટકોર કરી હતી આ તકે આંગણવાડી બહેનો દ્વારા મિલેટ આધારિત વાનગીઓનું પ્રદર્શન કર્યું હતું.