DCP ઝોન-2એ સરદાર પટેલ ભવનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સાથે ય-ઋઈંછ અંગે વિસ્તૃત ચર્ચા કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા e-FIRના માર્ગદર્શન અંગે સરદાર પટેલ ભવન ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. આ તકે, એ.સી.પી જે.એસ.ગેડમ (દક્ષીણ વિભાગ) તથા માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એન.ભુકણ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના મંત્રી જી.એલ.રામાણી હાજર રહ્યા હતાં આ સેમીનારમાં “સરદાર પટેલ ભવન” માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સાથે e-FIR અંગે પ્રેઝન્ટેશન સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડીસીપી ઝોન-2 સા. શ્રી સુધીરકુમાર દેસાઇએ ભવનનાં વિદ્યાર્થીઓને e-FIR અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન દ્વારા e-FIRનો હેતુ, ફરિયાદોનાં પ્રકાર, વાહન ચોરી તથા મોબાઇલ ચોરીની ફરિયાદ માટેની હાલની પ્રોસીજર, e-FIR એપ્લિકેશનની પ્રોસીજર, સીટીઝન પોર્ટલ એપ્લિકેશન વિશે માહિતી, કઈ રીતે e-FIR દાખલ કરવી જેવાં મુદ્દાઓ અંગે ાજ્ઞૂયિ ાજ્ઞશક્ષિં ાયિતયક્ષફિંશિંજ્ઞક્ષ સાથે ચર્ચા કરવામાં આવેલ. e-FIR અંગે ભવનના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. આ ભવનના વિદ્યાર્થીઓએ ચછ ઈજ્ઞમય મારફતે સીટીઝન ફર્સ્ટ એપ્લીકેશન ડાઉનલોડ પણ કરાવી હતી. સીટીઝન ફર્સ્ટ એપનાં અન્ય ફાયદા વિશે પણ માહિતગાર કરવામાં આવેલ. આ સેમીનારમાં ભવનના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યા હતા.