ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવવા ઉપરાંત ઉમેદવારની લાયકાત સહિત અન્ય નિયમોનુસારની પ્રક્રિયા હાથ ધરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
- Advertisement -
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત 13- જૂનાગઢ બેઠક માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ખાસ કરીને ભારતીય ચૂંટણી દ્વારા ખર્ચ અંગે થયેલ જોગવાઈઓ વિશે માહિતગાર કરાયા હતા. ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા અને લાયકાતો તેમજ જાહેર સભા, વાહન વગેરેની મંજૂરી મેળવવા બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી આ બેઠકમાં આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવા માટેની હેલ્પલાઇન અને એપ્લિકેશન વિશે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા.