મંજૂરી ફરજિયાત કરવા પર ચર્ચા-વિચારણની મુખ્યમંત્રીની ખાતરી: મહેસાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
ખાસ-ખબર સંવાદદાતા
પ્રેમલગ્નમાં વાલીની મંજૂરી ફરજિયાત થવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંકેત આપ્યા છે. જેમાં મંજૂરી ફરજિયાત કરવા પર ચર્ચા વિચારણની ખાતરી આપી છે. મહેસાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યુ હતુ. ગુજરાતમાં પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી ફરજિયાત બની શકે છે. મહેસાણા જીલ્લાના એસપીજી આયોજિત પાટીદાર સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંકેત આપ્યા છે. તેમાં લવ મેરેજમાં વાલીની મંજૂરી ફરજિયાત કરવા અંગે અભ્યાસ કરવાની સીએમની ખાતરી છે.
- Advertisement -
બંધારણ ના નડે એ રીતે પ્રેમલગ્ન બાબતે ચોક્કસ વ્યવસ્થા કરવા સરકાર વિચાર કરશે. માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે બંધારણ ન નડે તે રીતે અભ્યાસ કરીશું તેમજ પ્રેમલગ્ન બાબતે માતા પિતા સહમત થાય તેવી રીતે વ્યવસ્થા કરવાનું તેઓએ જણાવ્યું હતું. ગુજરાતમાં પ્રેમલગ્નમાં વાલીઓની મંજૂરી ફરજિયાત થઈ શકે છે તેવા સંકેતો આપ્યા છે. તેઓએ માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવાની સરકારની વિચારણા હોવાનું જણાવ્યું છે.