AAP સમર્થક ચિરાગ પટેલે નાણામંત્રી નિર્મલા સીતારમણનો ડીપફેક વિડીયો કર્યો વાયરલ, અમદાવાદ પોલીસે નોંધ્યો ગુનો
નાગરિકોને ગુમરાહ કરવા માટે ડીપફેક વિડીયો ફેલાવવાનું આ ભ્રામક કૃત્ય ઘૃણાસ્પદ: હર્ષ સંઘવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
- Advertisement -
કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર પણ ડીપફેક અને એડિટેડ વિડીયો વાયરલ કરવા સામે સખત કાર્યવાહી હાથ ધરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ડીપફેક વિડીયો બનાવીને વિપક્ષી કાર્યકર્તાઓ અને નેતાઓએ વાયરલ કર્યો હતો. જેમાં અમિત શાહને બંધારણને બદલીને આરક્ષણ સમાપ્ત કરવાનો દાવો કરતાં દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અનેક કોંગ્રેસી અને અઅઙ નેતાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારે ફરી એકવાર અમદાવાદ પોલીસે GST મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો ડીપફેક વિડીયો વાયરલ કરવા બદલ અઅઙ સમર્થક ચિરાગ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
AAP સમર્થક ચિરાગ પટેલે નાણામંત્રી નિર્મલા સીતારમણનો એક ડીપફેક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં સીતારમણને GST વિશે બોલતા દર્શાવવામાં આવ્યા હતા. તે વિડીયોમાં GSTને ‘ગોપનીય સૂચના ટેક્સ’ તરીકે દર્શાવીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસે આ વિડીયો પોસ્ટ કરનારા અઅઙ સમર્થક ચિરાગ પટેલ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે FIR દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર આ વિશેની માહિતી આપી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર માહિતી આપતા કહ્યું કે, નાગરિકોને ગુમરાહ કરવા માટે ડીપફેક વિડીયો ફેલાવવાનું આ ભ્રામક કૃત્ય ધૃણાસ્પદ છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ડીપફેક વિડીયોને ફેલાવવાના આરોપસર ગુજરાત પોલીસે એક શખ્સ વિરુદ્ધ FIR નોંધી છે. નાગરિકોને ગુમરાહ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, આવી છેડછાડની યુક્તિઓનો શિકાર ન થઈએ અને આપણી ડિજિટલ જગ્યાઓમાં સત્ય અને જવાબદારીને પ્રાધાન્ય આપીએ. તેમણે અંતમાં કહ્યું કે, સાથે મળીને આપણે ખોટી માહિતીનો સામનો કરી શકીએ છીએ અને લોકોના વિશ્ર્વાસનું રક્ષણ કરી શકીએ છીએ. આ સાથે જ અમદાવાદ પોલીસે પણ ડ પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે.
વાયરલ કરવામાં આવેલા ડીપફેક વિડીયોમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મીડિયાને સંબોધન કરતાં નજરે પડી રહ્યા છે. જેમાં તેઓ GSTને ‘ગોપનીય સૂચના ટેક્સ’ ગણાવતા જોઈ શકાય છે. આ સાથે જ નાણામંત્રી ઉંશજ્ઞનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. તેઓ સરકારને GST થકી થયેલી આવક ના પૂછવા માટે પણ કહી રહ્યા છે. ટૂંકમાં વાયરલ થઈ રહેલો આ ડીપફેક વિડીયો ગેરમાર્ગે દોરનારો છે અને તેમાં ભારોભાર જુઠ્ઠાણું ઉમેરવામાં આવ્યું છે. ચિરાગ પટેલ નામના શખ્સે 8 જુલાઈના રોજ આ વિડીયો પોસ્ટ કર્યો હતો.
- Advertisement -
વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, ડીપફેકનો ઉપયોગ કરીને વાયરલ કરવામાં આવેલો તે વિડીયો મૂળ સ્વરૂપે ‘Garima’ નામના સોશિયલ મીડિયા હેન્ડલનો છે. ગરિમા નામક યુવતીએ તે વિડીયો બનાવ્યો હતો. તેમના ડ હેન્ડલ પર તે ઓરિજિનલ વિડીયો જોઈ શકાય છે. તેમણે 8 જુલાઈ, 2024ના રોજ રાત્રિના 8:20એ આ વિડીયો અપલોડ કર્યો હતો. ત્યારબાદ ડીપફેક ટેકનોલોજીની મદદથી વિડીયો સાથે છેડછાડ કરીને ચિરાગ પટેલ નામના શખ્સે તેને શેર કર્યો હતો.