દરોડા થતા જ મુખ્ય બજારની દુકાનો ટપોટપ બંધ થવા લાગી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા શહેરમાં સેન્ટર જીએસટી વિભાગના દરોડા પાડતા શહેરની મુખ્ય બજારની દુકાની બંધ થવા લાગી હતી. અચાનક સેન્ટર જીએસટી વિભાગ ધ્રાંગધ્રા શહેરમાં હોલસેલની દુકાને દરોડા કર્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા એક બાદ એક તમામ દુકાનો બંધ થવા લાગી હતી બપોરના સમયે જીએસટી વિભાગે દરોડો કરતા થોડા સમયમાં તો આખી બજાર કરફ્યુના માહોલમાં ફેરવાઈ ગઈ હતી. શહેરની મુખ્ય બજારમાં આશરે દસ જેટલી ટીમો ત્રાટકી હતી જેને લઇ ગારમેન્ટ, પાન – બિડી, રેડિમેન્ટ સહિતની દુકાનોમાં જીએસટી વિભાગની ટીમ ત્રાટકી હતી પરંતુ જીએસટી વિભાગ દ્વારા દરોડાને 48 કલાક બાદ પણ કોઈપણ પ્રકારની માહિતી જાહેર નહીં કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.