મજબૂત RCC ફ્રેમ સ્ટ્રક્ચર સાથેનું નવું બિલ્ડીંગ ગોડાઉન સંચાલન અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે ગુજરાત સ્ટેટ ક્ધઝ્યુમર કોઓપરેટિવ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ (GSCSCL)ના ગોડાઉન સંકુલ માટે અંદાજિત રૂ. 70.29 લાખના ખર્ચે નવું અને અદ્યતન ઓફિસ બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ઓફિસ બિલ્ડીંગમાં આધુનિક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે, જેમાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર અને ઉચ્ચ ગુણવત્તાનું ફિનીશીંગ શામેલ છે.
- Advertisement -
અદ્યતન સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગ GSCSCLના ગોડાઉનના સંચાલન અને વહીવટી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. આ માળખાગત વિકાસથી સ્થાનિક સ્તરે સંગ્રહ અને વિતરણ પ્રક્રિયાઓ વધુ સુવ્યવસ્થિત બનશે, જે સરકારની છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાની નેમને મજબૂત બનાવશે.



