મવડીમાં આવેલા ક્રિશ અને પિરામિડ પાર્ટી પ્લોટ ખાતે લગ્નોત્સવનું આયોજન
સાધુ-સંતો, મહંતો, સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિની ઉપસ્થિતિ
- Advertisement -
બપોરે 2 વાગ્યે જાન આગમન, 3:30 વાગ્યે સામૂહિક સામૈયા, સાંજે 6:15 વાગ્યે હસ્તમેળાપ, 6:30 વાગ્યે ભોજન સમારંભ અને રાત્રે 9 વાગ્યે જાન વિદાય થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડી દ્વારા તા. 28 ડિસેમ્બર 2025ને રવિવારના રોજ રાજકોટ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ, કણકોટ રોડ, પાટીદાર ચોક, મવડી સ્થિત ક્રિશ તથા પિરામીડ પાર્ટી પ્લોટ ખાતે આઠમા જાજરમાન સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં ગરીબ તથા નિરાધાર એવા 21 દીકરીઓને દાતાઓના સહયોગથી લાખેણા કરિયાવર આપી રંગેચંગે સાસરીયે વળાવવામાં આવશે.
સમૂહ લગ્નોત્સવમાં દરેક નવદંપત્તિને રાજકોટ મહાનગરપાલિકાનું મેરેજ સર્ટીફિકેટ પણ આપવામાં આવશે. આઠમા વર્ષે સતત યોજાતા આ ભવ્ય સામાજિક પ્રસંગે સાધુ-સંતો, મહંતો, સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિ મહાનુભાવો તેમજ સમસ્ત મવડીના ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપત્તિને આશીર્વાદ આપશે. પ્રસંગે અંદાજે 6000 લોકો સામૂહિક ભોજન પ્રસાદનો લાભ લેશે. સમારોહ દરમિયાન બપોરે 2 વાગ્યે જાન આગમન, 3:30 વાગ્યે સામૂહિક સામૈયા, સાંજે 6:15 વાગ્યે હસ્તમેળાપ, 6:30 વાગ્યે ભોજન સમારંભ અને રાત્રે 9 વાગ્યે જાન વિદાયના માંગલિક કાર્યક્રમો યોજાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી લેઉવા પટેલ સોશિયલ ગ્રુપ મવડીના પદાધિકારીઓ, કાર્યકરો તથા મહિલા ટીમ દ્વારા સઘન તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આ ભવ્ય સામાજિક પ્રસંગે 1008 ગિરનાર પીઠાધીશ્વર શ્રી જયશ્રીકાનંદ ગીરીજી મહારાજ (શ્રીપંચ દશનામ જુના અખાડા જૂનાગઢ), પૂજ્ય બાપુ શ્રી રામધણ બાપુ (રામધણ આશ્રમ મવડી), શ્રી થાનાપતી બુદ્ધગીરી બાપુ ગુરુદરત (શ્રીપંચ સમજના આ જુનાગઢ, શંકરગીરી બાબા (શ્રી જીત્રીયા હનુમાન મંદિર મવડી), 5. પૂ શ્રી હનુમાન દાસ બાપુ (ભાદર ડેમ), 5. પૂ અપૂર્વમુની સ્વામી (બીએપીએસ) નવદંપતિને ’સદા સુખી ભવન્તુ’ના આશીર્વાદ પાઠવશે.
સમગ્ર આયોજનનું જયંતીભાઈ સોરઠીયા, મનસુખભાઈ સોરઠીયા, જગજીવનભાઈ સખીયા, શૈલેષભાઈ સગપરિયા, રમેશભાઈ સિદપરા, ગોરધનભાઈ શિંગાળા, ડી. કે. સખીયા, ડો. પી.જે પીપળીયા, મુનાભાઈ મેઘાણી, વસંતભાઈ લીંબાસીયા, વલ્લભભાઈ સતાણી ઉદઘાટન કરશે.
જ્યારે સમૂહલગ્ન સમારંભના રાજસ્વી મહેમાન તરીકે પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ડો. માધવ દવે, કૌશિકભાઇ વેકરીયા, રિવાબા જાડેજા, ડો. વલ્લભભાઈ કથીરિયા, જયેશભાઈ બોઘરા, ગોવિંદભાઈ પટેલ, ડો. ભરતભાઈ બોઘરા, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, રાઘવજીભાઈ પટેલ, ઉદયભાઈ કાનગડ, મોહનભાઈ કુંડારીયા, ભુપતભાઈ બોદર, અરવિંદભાઈ રૈયાણી, જયેશભાઈ રાદડિયા, નયનાબેન પેઢડીયા, જીતુભાઈ વાઘાણી, જૈમિનભાઈ ઠાકર, મનીષભાઈ રાડિયા, લીલુબેન જાદવ, લાખાભાઈ સાગઠીયા, વિક્રમભાઈ પુજારા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, કુંવરજીભાઈ બાવળીયા, ડો. પ્રદીપભાઈ ડવ, શિવલાલભાઈ વેકરીયા, ભારતીબેન પાડેલીયા, શ્રી રણજીતભાઈ સાગઠીયા, ડો.પ્રવીણભાઈ નિમાવત,મનસુખભાઈ વેકરીયા અને મહેશભાઈ પીપળીયા ઉપસ્થિત રહી પ્રસંગની શોભામાં અભિવૃધ્ધિ કરશે.
સમારોહના મુખ્ય મહેમાનઓ તરીકે, વિજયભાઈ ડોબરીયા, પરેશભાઈ ગજેરા, પરસોતમભાઈ કમાણી, ડો. મનદીપ ટિલાળા, લલિતભાઈ રાદડીયા, અમૃતભાઈ ગઢીયા, ડાયાભાઈ અકબરી, ડો. અમિતભાઈ હાપાણી, હંસરાજભાઈ ગજેરા, વિનુભાઈ રૈયાણી, જેન્તીભાઈ સરધારા, ડો. પ્રફુલ્લ કમાણી, શંભુભાઈ પરસાણા, પોપટભાઈ શિંગાળા,મૌલેશભાઈ ઉકાણી, ડો.જયેશભાઈ ડોબરીયા, ધર્મેશભાઈ ટિલાળા,હેમંતભાઈ તળપદા, ભાનુભાઈ ઘવા, ડો. નરશીભાઈ વેકરીયા, ડો. એમ વી વેકરીયા,દિલીપભાઈ સખીયા, મુકેશભાઈ દોશી, કિશોરભાઈ રાઠોડ, જયેશભાઈ ઉપાધ્યાય,અનુપમભાઈ દોશી, વિનુભાઈ ઘવા, ડી એમ હરીપરા, ગોરધનભાઈ લક્કડ,સુરેશભાઈ ફળદુ, વી. પી. વૈષ્ણવ, ચંદુભાઈ પરસાણા, અંજુદીદી, દિપીકાબેન, ડો. દર્શનાબેન પંડયા, પૂજાબેન પટેલ, રૂપલબેન રાઠોડ, દીપાબેન વઘાસિયા, ગીતાબેન પટેલ, સોનલબેન ફળદુ ઉપસ્થિત રહેશે.
- Advertisement -
દીકરીઓને અપાશે લાખેણો કરિયાવર
બેડશીટ, કબાટ, ગાદલા, ઓશીકા, ત્રંબા, પીતળ અને સ્ટીલના તમામ જરૂરી નાના મોટા વાસણો, ફ્રીજ, ઘરઘંટી, ચાંદીના સાંકળા, મિક્સર, બ્લેન્ડર, સાડીઓ તેમજ પાનેતર, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી ક્યારો, કુકર, સોનાનો દાણો, ખુરશી, ટીપાઈ, ટોસ્ટર, દિવાલ ઘડિયાળ ચાંદીની ગીની સહિતની 100થી વધુ આઇટમનો લાખેણો કરિયાવર શુભકામના સ્વરૂપે આપી દીકરીઓને સાસરીયે વળાવવામાં આવશે.



