ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની બમણી આવક થાય તે માટે રાજુલા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામા આવી હતી. આ ખરીદીનો પ્રારંભ થતા સંઘના પ્રમુખ રમેશભાઇ ડોબરીયાએ ખેડૂતો તથા ડાયરેક્ટરોને મોં મીઠુ કરાવી જે બાદ મગફળી ખરીદી શરૂ કરાઇ હતી. આ ખરીદી દરમિયાન ખેડૂતોને 1356 જેવા ભાવો આપતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ફાયદો થાય તે માટે રાજુલા-ખાંભા ખરીદ વેચાણ સંઘ તત્પર રહ્યુ છે. ત્યારે મગફળીની ખરીદી માર્કેટીંગ યાર્ડમાં 3 મહિના સુધી ચાલુ રહેશે. આ મગફળી ખરીદીનો પ્રારંભ પ્રસંગે રાજુલા-ખાંભા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઇ ડોબરીયા, માર્કેટીંગ યાર્ડ ઉપપ્રમુખ અરજણભાઇ વાઘ, તથા યાર્ડના સદસ્ય રાજેશભાઇ પરસાણા, હુસેનભાઇ સેલોત, દાદબાપુ વરૂ, સાગરભાઇ સરવૈયા, ગુજકોમાસોલના પ્રતિનિધી મોભભાઇ, સંઘના મેનેજર સાવલિયાભાઇ, સેક્રેટરી રાજુભાઇ કાકડીયા તેમજ સંઘના ડાયરેક્ટર, ભાજપ આગેવાનો, વેપારીઓ સહિત મોટી સંખ્યામા ખેડૂતો ઉપસ્થિતિમાં મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો