વોર્ડ-3,4,5,6,15 અને 16માં કુલ 15 સ્થળોએ તુલસીના રોપા
(કુંડા સાથે) કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગત વર્ષે તુલસી વિવાહ નિમિતે વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડ ધ્વારા વૃક્ષ્ા વાવો, પર્યાવરણ બચાવોના શુભ હેતુથી કુંડા સાથે તુલસી રોપા વિનામૂલ્યે વિતરણને શહેરીજનો તરફથી અપ્રિતમ પ્રતિસાદ મળેલ હતો જેને અનુલક્ષ્ાીને આ વર્ષે પણ તુલસી વિવાહના પાવન પર્વ નિમિતે વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડ ધ્વારા દેવદિવાળી-તુલસી વિવાહના પાવન પર્વની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા પોતાના પેડક રોડ સ્થિત જનસેવા કાર્યાલય સહિત વિધાનસભા-68ના તમામ વોર્ડમાં 1પથી વધુ સ્થળોએ તુલસી માતાનુંં પુજન કરી તુલસીના રોપા કુંડા સાથેનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષ્ાાની સાથોસાથ વાતાવરણ શુધ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષ્ાોનું મહત્વનું પ્રદાન રહેલું હોય દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજીંદા જીવનમાં એક પેડ મા કે નામ અભિયાન ધ્વારા આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા મિશન લાઈફ ની પ્રેરણા આપી છે, ત્યારે હિંદુ ધર્મમાં તુલસીના છોડને દેવી તરીકે પૂજવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે.ઠાકોરજી અને તુલસીજીના વિવાહનો અવસર ઉજવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ હોય છે.શાલીગ્રામ સ્વરૂપ વિષ્ણુજી અને છોડ સ્વરૂપ તુલસીજીના લગ્નપ્રસંગને ઉજવવા ભાવિકોમાં થનગનાટ હોય છે, તુલસી ક્યારે શેરડી દીવો પ્રગટાવવાની પરંપરા હજુએ જળવાતી આવી છે. તુલસીની સેવા કરવાથી ઘરમાં સુખ-સમૃધ્ધિનો વાસ થાય છે. ત્યારે તુલસી વિવાહના પાવન પર્વ નિમિતે શહેરની ધર્મપ્રેમી જનતા તુલસી માતાનું પુજન કરી ભક્તિભાવપૂર્વક આ પર્વને ઉજવી શકે તેમજ એક પેડ માં કે નામ દેશવ્યાપી મહાઅભિયાનને લોકો સુધી પહોંચાડવાના ઉમદા અભિગમ સાથે દેવદિવાળી-તુલસી વિવાહના પાવન પર્વને એક અવસર બનાવી શહેરીજનોને કુંડા સાથે તુલસીના રોપા વિતરણ કરવાનો આનંદ છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદય કાનગડ તેમજ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ સહિતના ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનસુખભાઈ પીપળીયા અને વિધાનસભા-68માં સમાવિષ્ટ વોર્ડના પ્રભારી,પ્રમુખ, મહામંત્રી તેમજ વોર્ડસંગઠનના વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓએ જહેમત ઉઠાવી હતી. જેમાં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના પેડક રોડ સ્થિત જનસેવા કાર્યાલય સહિત વોર્ડ-3માં માં અમૃત પુષ્પ ચોક, માં કોમ્પલેક્ષ્ા, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર, તેમજ શ્રી બાલસિંહજી સરવૈયા ચોક, પેટ્રોલપંપ પાસે, રેલનગર, તેમજ વિર હમીરસિંહજી ચોક, આસ્થા ચોક, રેલનગર, વોર્ડ-4માં હોર્ક્સ ઝોનની બાજુમાં, મોરબી રોડ, જકાતનાકા પાસે, તેમજ અંબિકા ગરબી ચોક, નાગબાઈ પાનની સામે, 80 ફુટ રોડ, કુવાડવા રોડ, તેમજ બંધુલીલા ચોક, ભગવતીપરા મેઈન રોડ, યદુનંદન હોસ્પિટલની પાસે, વોર્ડ-પમાં વોર્ડ-પ ભાજપ કાર્યાલય, પારૂલ બગીચા પાસે, આશ્રમ રોડ, તેમજ ધનેશ્ર્વર મહાદેવ મંદિર, હુડકો ક્વાર્ટર, માર્કેટીંગ યાર્ડ પાસે, વોર્ડ-6માં વોર્ડ-6 ભાજપ કાર્યાલય, જલગંગા ચોક, સંત કબીર રોડ, તેમજ ગોકુલ વિદ્યાંજલી સ્કુલ, માંડા ડુંગર આરોગ્ય કેન્દ્ર મેઈન રોડ, વોર્ડ-1પમાં ગંજીવાડા મહાકાળી ચોક મંદિર, તેમજ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ જનસેવા પેટાકાર્યાલય,વોર્ડ-1પ, ખોડીયારપરા, વોર્ડ-16માં સુતા હનુમાન મંદિર, કોઠારીયા મેઈન રોડ, તેમજ હુડકો પોલીસ સ્ટેશન પાસે,કોઠારીયા મેઈન રોડ, ખાતે કુંડા સાથે તુલસીના રોપાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ સંગઠનના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા અને પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રાએ વિધાનસભા-68ની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ અને શહેરીજનોનો જાહેર આભાર વ્યક્ત ર્ક્યો હતો. આ તુલસી રોપા (કુુંડા સાથે) વિતરણનો બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો.
- Advertisement -