ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ મનપા દ્વારા 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસના ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મનપા અને હિલદારી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શહેરીજનોમાં પર્યાવરણની જાળવણી, સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવા તેમજ સફાઈલક્ષી જન જાગૃતિ લાવવા માટે તેમજ સમુદાય ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ” ગ્રીન વોક ” (સફાઈ રેલી) કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ સફાઈ રેલીને કમિશનર ડો. ઑમ પ્રકાશ, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર જયેશભાઈ પી. વાજા, આસિ.કમિશનર ટેક્સ કલ્પેશભાઈ ટોલિયાના વરદ હસ્તે તેમજ મહાનગર પાલિકા, જુનાગઢના અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી સફાઈ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવેલ હતો આ “ગ્રીન વોક (સફાઈ રેલી)”નો રૂટ મહાનગર સેવાસદન કચેરી થી શરૂ થઈ તળાવ ગેટ, જયશ્રી રોડ, કાળવા ચોક, આંબેડકર ચોકથી સ્વામિ મંદિર સુધીનો હતો.આ “ગ્રીનવોક (સફાઈ રેલી)” માં મહાનગર પાલિકા,જુનાગઢના સફાઈ,કર્મચારીઓ કોર્પોરશનના સફાઈ કર્મચારીઓ, આઈ.સી.ડી.એસ.,એન.યુ.એલ.એમ.,સેનિટેશન વિભાગના સ્વસહાયની જૂથની બહેનો, શહેરના એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, શહેરીજનો બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.