25 નંગ (8 કિલો) લીલા ગાંજાના છોડ કિંમત 80 હજાર રૂપિયાના જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લા એસ. ઓ.જી ટીમ ચોટીલા નજીક પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ચોટીલાના પીપરાળી ગામે રહેણાક મકાનના ફળિયામાં ગાંજાનો વાવેતર કર્યું હોવાની બાતમીને આધારે એસ.ઓ.જી પીઆઇ ભાવેશભાઈ સિંગરખિયા સહિતનો સ્ટાફ દ્વારા દરોડો કરી લીલા ગાંજાના 25 છોડ (8 કિલોગ્રામ કિંમત 80 હજાર રૂપિયાના જપ્ત કરી દેવશીભાઈ ગોવરભાઈ સાકરિયાને ઝડપી લઇ ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.