કેનેડા પ્રી-ક્વાર્ટર ફાઈનલની રેસમાંથી બહાર
ખાસ-ખબર સંવાદદાતા
કતાર વર્લ્ડ કપમાં રવિવારે ડિફેન્ડિંગ રનર્સ-અપ ક્રોએશિયાએ કેનેડાને 4-1થી હરાવ્યું છે. ક્રોએશિયાએ ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત મેળવી હતી. તેને છેલ્લી મેચમાં મોરોક્કો સામે ડ્રો રમવી પડી હતી. કેનેડાની ટીમ 1986 પછી પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમી હતી, પરંતુ તે બે મેચમાં સતત પરાજય બાદ પ્રી-ક્વાર્ટર ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. છેલ્લી મેચમાં તેને બેલ્જિયમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
- Advertisement -
મોરોક્કો સામેની પ્રથમ મેચ ડ્રો થયા બાદ ક્રોએશિયાએ બીજી મેચમાં શાનદાર વાપસી કરી હતી. તેણે 1986 પછી વર્લ્ડ કપમાં રમીનારી કેનેડાને 4-1થી હરાવ્યું હતું. આ જીત સાથે ક્રોએશિયાને ત્રણ પોઈન્ટ થયા છે. હવે ગ્રુપ રાઉન્ડમાં તેની છેલ્લી મેચ બેલ્જિયમ સામે થશે.