મિશ્ર વૈશ્વિક બજારો વચ્ચે સોમવારે ભારતીય શેરબજારની શાનદાર શરૂઆત થઈ છે. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 545 પોઇટના વધારા સાથે 81,770 પર ટ્રેડિંગ કરી રહ્યો હતો. સારી શરૂઆત બાદ આજે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. 545 પોઈન્ટના બમ્પર જમ્પ સાથે ખુલ્યા બાદ સેન્સેક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
શેર માર્કેટ ખૂલ્યા બાદ થોડા સમયમાં જ સેન્સેક્સ 81000ની નીચે આવી ગયો છે. સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 80908 પર છે. આ સાથે જ નિફ્ટી જે 102 પોઈન્ટના ઉછાળા સાથે 24956ના સ્તરે ખુલ્યો હતો તે હવે 150 પોઈન્ટ ઘટીને 24703 પર છે. શેર માર્કેટમાં ટાટા કન્ઝ્યુમરના શેર તૂટ્યા છે અને 8 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તે જ સમયે કોટક બેંક પણ 5 ટકાથી વધુ તૂટ્યો છે. BPCL, Hero MotoCorp અને Bharti Airtel પણ 2 ટકાથી વધુ ઘટ્યા છે.
- Advertisement -
અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય બજારની મજબૂત શરૂઆત થઈ છે. સેન્સેક્સ 545 પોઈન્ટ મજબૂત થઈને 81770 પર અને નિફ્ટી 102 પોઈન્ટ મજબૂત થઈને 24956 પોઈન્ટ પર ખુલ્યો. આજે એક્સિસ બેંક, સ્ટેટ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HCL ટેક, ટાટા સ્ટીલ, ટાઇટન, JSW સ્ટીલ પણ તેજીમાં છે. જ્યારે ઘટેલા શેરોમાં કોટક બેંક, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, આઈટીસી, અદાણી પોર્ટ્સ, ટીસીએસ, ઈન્ફોસીસ જેવા શેરો હતા.
આ પહેલા શુક્રવારે એટલે કે 18મી ઓક્ટોબરે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 218 પોઈન્ટના વધારા સાથે 81,224 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 104 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 24,854ના સ્તરે બંધ થયો હતો.
- Advertisement -