’ટીમ નાટ્યમ’ અને ’શેર વિથ સ્માઈલ’ NGO દ્વારા નાટ્યકલાના માધ્યમથી લોકોને નવી દિશા બતાવવાનો પ્રયાસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ’ટીમ નાટ્યમ’ અને ’શેર વિથ સ્માઈલ’ ગૠઘ દ્વારા નાટ્યકલાને ફરી એક નવી રાહ બતાવવાના પ્રયાસથી ટીમ નાટ્યમના યુવાનો દ્વારા ધર્મગ્રંથો આધારે નાટકો રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ’ધર્મગાથા – નાટ્યકલાનો નવો યુગ’ એ એક એવો નાટ્ય પ્રોજેક્ટ છે, જેમાં મહાભારત જેવા ધર્મગ્રંથોના એવા પ્રસંગો પેશ કરવામાં આવ્યા કે જેના ઉલ્લેખ વધુ ન થતા તે સમાજના મોટા વર્ગ સુધી પહોંચવામાં અસફળ રહ્યા છે. આજના ભાગદોડ અને સ્ટ્રેસ ભર્યા જીવનમાં વ્યસ્ત રહેતા દરેક વર્ગના લોકોને સમજવા ખાસ ઉપયોગી એવા મહાભારતના પ્રસંગોના ઉદાહરણ સાથે રજૂ થયેલ નાટ્ય કલાના નવા યુગ “ધર્મગાથા”ને બહોળો પ્રતિસાદ આપવા બદલ સમગ્ર ટીમે રાજકોટની જનતાનો આભાર માન્યો હતો. આપણે ત્યાં હિંદુ ધર્મમાં માનતા ઘણા લોકો કપાળમાં તિલક જરૂર કરે છે પરંતુ તેનું મહત્વ શું એ બોવ ઓછા લોકો જાણે છે. કોઈ પણ પ્રસાદમાં તુલસીના પાન સાથે ધરાવવામાં આવે સીગે પરંતુ તેનું મહત્વ શું એ બોવ લોકો જાણે છે. નાની દીકરીઓથી લઇ પરિણીત સ્ત્રીઓ પગમાં ઝાંઝર પહેરે છે પરંતુ આ પહેરવા પાછળનું મહત્વ શું એ બોવ ઓછા લોકો જાણે છે માટે આવા અનેક પ્રશ્નોના જવાબ આ નાટકમાં આવરી લેવાનો પ્રયત્ન ટિમ નાટ્યમ દ્વારા કરવામાં આવ્યો છે. ગત તારીખ 29 ઓક્ટોબર, 2023 અને રવિવારના રોજ રાત્રે 9 વાગ્યે હેમુગઢવી હોલમાં ’ધર્મગાથા’ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર ભાજપ ઉપાધ્યક્ષ રાજદીપસિંહ જાડેજા (વાવડી), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. આર.એસ.ત્રિવેદી, સનાતન ગ્રુપ તરફથી વિરલભાઈ, એપ્ટ્સ ફાર્મા કંપનીના એમડી તેજશભાઈ હાથી સહીત મહાનુભાવો અને રાજકોટની જનતા તેમજ વિશ્વ હિન્દૂ પરિષદ, હિન્દૂ જાગરણ મંચ સહિતની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.