ગ્રાન્ટેડ શાળાઓને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય
શહેરી વિસ્તારમાં 80%થી ઓછી હાજરી હશે તો 25% ગ્રાન્ટ કપાશે
- Advertisement -
આ નિર્ણયનો મુખ્ય હેતુ માત્ર કાગળ પર ચાલતી શાળાઓ બંધ થશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યમાં ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવે શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટનો સીધો સંબંધ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી
સાથે રહેશે.
જો નિર્ધારિત ટકાવારી પ્રમાણે હાજરી નહીં રહે, તો ગ્રાન્ટમાં મોટો કાપ મુકવામાં આવશે, જે કેટલીક સ્થિતિમાં 100 ટકા સુધી જઈ શકે છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા નવા પરિપત્ર મુજબ, લઘુમતી શાળાઓ સહિત તમામ ગ્રાન્ટેડ શાળાઓ માટે આ નિયમ ફરજિયાત રહેશે. અત્યાર સુધી ગ્રાન્ટ મુખ્યત્વે દાખલ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે મળતી હતી, પરંતુ હવે વર્ગખંડમાં વાસ્તવિક હાજરીને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યો છે.
શહેરોમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી 80% હાજરી ફરજિયાત રાખવામાં આવી છે. જો હાજરી આ મર્યાદાથી ઓછી રહેશે, તો મળવાપાત્ર ગ્રાન્ટમાંથી 25% કાપી લેવામાં આવશે.
સૌથી કડક જોગવાઈ મુજબ, જો હાજરી 60%થી પણ ઓછી નોંધાશે, તો તે શાળાની સમગ્ર 100% ગ્રાન્ટ બંધ કરવામાં આવશે. ગામડાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં અલગ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. ગ્રામ્ય શાળાઓમાં 55% હાજરી જરૂરી રહેશે. જો કોઈ શાળામાં હાજરી 40%થી નીચે જશે, તો સરકાર દ્વારા કડક પગલાં લઈ શાળાની 100% ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે.
- Advertisement -
ગ્રાન્ટ મેળવવા વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરી સુનિશ્ર્ચિત કરવી પડશે
આ નિર્ણયનો મુખ્ય હેતુ માત્ર કાગળ પર ચાલતી શાળાઓને બંધ કરવો અને વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળામાં હાજર રાખવાનો છે. શિક્ષણ વિભાગનું માનવું છે કે આ પગલાથી શિક્ષણની ગુણવત્તા સુધરશે અને શાળા સંચાલકો વિદ્યાર્થીઓને શાળાએ લાવવા માટે વધુ સક્રિય બનશે.હવે સ્પષ્ટ છે કે, ગ્રાન્ટ મેળવવી હોય તો શાળાઓએ માત્ર નોંધણી નહીં, પરંતુ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરી પણ સુનિશ્ચિત કરવી પડશે.
શાળાઓમાં 55 ટકા હાજરી જરુરી રહેશે
ગામડાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં અલગ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. ગ્રામ્ય શાળાઓમાં 55% હાજરી જરૂરી રહેશે. જો કોઈ શાળામાં હાજરી 40%થી નીચે જશે, તો સરકાર દ્વારા કડક પગલાં લઈ શાળાની 100% ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે.
સરકારનો ઉદ્દેશ્ય શું?આ નિર્ણયનો મુખ્ય હેતુ માત્ર કાગળ પર ચાલતી શાળાઓને બંધ કરવો અને વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળામાં હાજર રાખવાનો છે. શિક્ષણ વિભાગનું માનવું છે કે આ પગલાથી શિક્ષણની ગુણવત્તા સુધરશે અને શાળા સંચાલકો વિદ્યાર્થીઓને શાળાએ લાવવા માટે વધુ સક્રિય બનશે.હવે સ્પષ્ટ છે કે, ગ્રાન્ટ મેળવવી હોય તો શાળાઓએ માત્ર નોંધણી નહીં, પરંતુ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની હાજરી પણ સુનિશ્ચિત કરવી પડશે.



