એમ.એસ.કે. જવેલર્સ, ક્રિષ્ના સીલ્વર, ક્રિષ્ના ઓર્નામેન્ટસ, છખઙ, સીલ્વર જેવી વિવિધ કંપનીઓના નામે
કથીત કૌભાંડ આચર્યું હોવાની ફરીયાદ
એડવોકેટ અંશ ભારદ્વાજ અને ટીમની સફળતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના ઉપલા કાંઠે આવેલી એમ.એસ.કે. જવેલર્સ, ક્રિષ્ના સીલ્વર, ક્રિષ્ના ઓર્નામેન્ટસ અને આર.એમ.પી. સીલ્વર જેવી વિવિધ કંપનીઓના નામે 90 લાખના કથીત કૌભાંડ આચર્યુ હોવાની ફરીયાદ બી.ડી.વી. પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ત્યારે આ કામે આરોપીઓને સેશનસ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસો.ના અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી સહિતના રોકાયા હતા.
આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી વિનોદભાઇ પરષોતમભાઇ ખોયાણી, રહે. શ્રેયશ સોસાયટી, શેરી નં.2, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ વાળાએ રાજકોટના બી-ડીવી. પોલીસ સ્ટેશનમાં આરોપી મીલન અરવિંદભાઇ લીંબાસીયા, કેયુર કિશોરભાઇ કેરાડીયા, મોહીત મહેશભાઇ લીંબાસીયા, મહેશ મેઘજીભાઇ કેરાડીયા, કિશોર મેઘજીભાઇ કેરાડીયા, શૈલેષ મેઘજીભાઇ કેરાડીયા સામે આઇ.પી.સી. કલમ- 406, 420, 34 મુજબની ગુનાની ફરીયાદ નોંધાવેલ હતી. ફરીયાદીએ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, આરોપીઓએ મે. ક્રિષ્ના સીલ્વર ઓર્નામેન્ટ નામની પેઢીના ભાગીદારો હોય અને આરોપી તથા ફરીયાદી એક બીજાને સંબંધી થતા હોય આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે એકસંપ કરી ફરીયાદીને પોતાના ચાંદીની એમ.એસ.કે. નામની કંપનીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે ફરીયાદીની મરણમુડી કુલ રૂ. 50,00,000/- અંકે રૂપીયા પચ્ચાસ લાખ ધંધાના નામે વિશ્વાસમાં લઇ રોકડા તથા બેન્ક મારફતે મેળવી અને ફરીયાદીને પૈસાની જરૂરીયાત ઉભી થતા આરોપીઓ પાસેથી રૂપીયા પરત માંગતા ફરીયાદીને તેની મરણમુડીના રૂપીયા પરત ન ચુકવી વિશ્વાસઘાત, છેતરપીંડી કરેલી હોવાનાં આક્ષેપો કરેલા છે.
જે ગુનાના કામે આરોપીઓએ નામ. સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી હતી જે આગોતરા જામીન અરજી નામંજુર થતા આરોપીઓએ નામ. ગુજરાત હાઇકોર્ટમા આગોતરા જામીન અરજી કરેલી હતી.
આગોતરા જામીન અરજી વખતે બચાવ પક્ષે એવી રજુઆત કરવામા આવેલી હતી કે, આરોપી મીલન અરવિંદભાઇ લીંબાસીયા, કેયુર કિશોરભાઇ કેરાડીયા, મોહીત મહેશભાઇ કેરાડીયા બનાવ અંગે કશુ જ જાણતા નથી કે, કયારેક ફરીયાદી પાસે કોઇ રૂપીયાની માંગણી કરી નથી કે, ખોટી ફરીયાદ કરી છે તેમજ નામ. સર્વોચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ રજુ કરી લંબાણપૂર્વકની દલીલો કરવામા આવી હતી જે તમામ દલીલોને ધ્યાને લઇને નામ. સેશન્સ કોર્ટ ત્રણ આરોપીઓ તેમજ નામ. ગુજરાત હાઇકોર્ટ અન્ય બે આરોપીઓને આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો હતો.