આજે વિરાણી ગ્રાઉન્ડમાં યુવાધન હિલોળે ચડશે, સુપ્રસિદ્ધ ગાયક કલાકારોના સૂરના સથવારે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દર વર્ષની જેમ આ વર્ષે પણ આર.આર. ગ્રુપ ઓફ ઈવેન્ટસ દ્વારા ‘કેસરીયા વેલકમ નવરાત્રિ 2024’નું જાજરમાન આયોજન આજરોજ કરવામાં આવ્યું છે. વન ડે કેસરીયા વેલકમ નવરાત્રિ 2024નું ભવ્ય આયોજન આજરોજ શહેરના વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, વિરાણી ચોક ખાતે કરવામાં આવ્યું છે. આજના આ વન ડેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ હિલોળે ચડશે. આર.આર. ગ્રુપ ઓફ ઈવેન્ટસ દ્વારા આયોજિત વન ડેમાં ગાયક કલાકાર રાહુલ મહેતા અને ચાર્મી રાઠોડ પોતાના સૂરના તાલે યુવાધનને હિલોળે ચડાવશે. આ વખતે ખેલૈયાઓ છૂટથી રમી શકે તે માટે વિશાળ ગ્રાઉન્ડમાં અદ્ભુત સાઉન્ટ સિસ્ટમ મૂકવામાં આવી છે
- Advertisement -
તેમજ સુપ્રસિદ્ધ ગાયકો ધૂમ મચાવશે. વિજેતા ખેલૈયાઓ પર ઈનામોની વણઝાર કરવામાં આવશે. આજના આ કેસરીયા વેલકમ નવરાત્રિ 2024 વન ડેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ રમેશ ટીલાળા, ભાજપ અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા, જલજીત અમીપરા (જલજીત ગ્રુપ) સહિતના મહાનુભાવો હાજરી આપશે. આ વન ડેને સફળ બનાવવા આયોજક રાજદિપસિંહ રાજપૂત, જયરાજસિંહ રાજપૂત, સ્મિત દોશી અને જયદિપ પટેલ સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. આર.આર. ગ્રુપ ઓફ ઈવેન્ટ દ્વારા હોળી, ધૂળેટી, નવરાત્રિ સહિતની તમામ પ્રકારની ઈવેન્ટસ ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે.



