જીઓના પ્રણેતા પૂ. નયપદ્મસાગરજી મ.સા. એવમ વિદુષી આર્યા સાધ્વી મયણાશ્રીજી મ.સા.નું રાજકોટના આંગણે પ્રથમવાર આગમન થશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજાણી નગરી રાજકોટના આંગણે સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રથમવાર જીઓ, જીતો, ચારેય ફીરકાઓના સંગઠન પ્રેરણાદાતા, શ્રમણ આરોગ્યમ, યુવક મહાસંઘ, જે.ડી.એફ., જે.એ.એફ., જે.સી.એ.એફ. પ્રેરક એવમ સંસ્થાપક પરમ પૂ. ગુરૂદેવશ્રી નયપદ્મસાગરજી મ.સા. એવમ સાધ્વી શ્રી મયણાશ્રીજી મ.સા. નું ભવ્ય પ્રવેશ તથા પ્રભુ મહાવીર નો ધર્મ સંદેશ ફરમાવશે. તા. ર3/04/રરને શનિવારના રોજ સવારે 7:1પ કલાકે શ્રી હેમુ ગઢવી હોલ ખાતે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે સાહિત્યપ્રેમી પૂ.શ્રી દેવેન્દ્રમુનિ મ.સા., પરમશ્રધ્ધેયય પૂ.શ્રી ધીરજમુનિ મ.સા., ગુજરાતરત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા., પરમ પૂજયશ્રી જે.પી. ગુરુદેવ એવમ પરમ પૂજયશ્રી મહાસતીજીઓ ની પ્રેરક ઉપસ્થિતી. ચારેય ફીરકાઓના 16000 ઉપરાંત પૂ. સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ માટે નિમિત બનનાર શ્રમણ આરોગ્યમના પ્રેરણાદાતા પૂ. ગુરુદેવશ્રી રાજકોટમાં પ્રથમ વખત પધારતા હોઈ સમસ્ત જૈન સમાજમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો છે. પરમ પૂ. ગુરુદેવશ્રી નયપદ્મસાગરજી મ.સા. એવમ સાધ્વી શ્રી મયણાશ્રીજી મ.સા. અમે અમારો સમાજ અને અમારા ભવિષ્ય ઉપર મનનિય પ્રવચન આપવાના ભાવ રાખે છે. તેઓની જૈન સમાજના ભવિષ્ય માટેના વિચારો ખૂબ જ પ્રશસંનિય છે. પ્રવચન પ્રભાવક પૂ.શ્રી નયપદ્મસાગરજી મ.સા. એ ભારત દેશના વિવિધ રાજયોમાં ચાતુર્માસ કરી પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વનો પરીચય આપી જિનશાસન નો જય-જયકાર કરેલ છે.
પૂ.ગુરુદેવશ્રીની દીર્ધ દ્રષ્ટ્રિીથી સમાજના અનેક અનેક પ્રકલ્પો ને આયામ આપેલ છે આવી વિરલ વિભૂતી રાજકોટની પૂણ્યવંતિ ધર્મનગરીમાં પધારી રહયા હોય ત્યારે શનિવારના સવારના 7:30 કલાકે હેમુગઢવી હોલમાં રાખેલ જાહેર પ્રવચનમાં જૈન-જૈનેતરે ઉમટી પડવા ચારેય ફીરકાઓના સંઘ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓએ હાકલ કરેલ છે. તેઓશ્રીને આચાર્ય પદની પદવી પ્રદાન થતી હોવાથી તેઓ રાજકોટથી સોમવારે વિહાર કરી સુરત-બોમ્બે તરફ પધારી રહયા છે. ભારતભરની અંદર જૈન સમાજમાં યુવાનો કેવી રીતે પોતાના ભવિષ્યનું ઘડતર કરે અને સમાજના દરેક વર્ગને વધારામાં વધારે લાભ મળે અને ઉપયોગી થઈ શકાય તેવી એની વિચાર શરણી છે. તેઓ જૈન સ્કુલોના નિર્માણના નિમાયતી છે અને આ અંગે નવુ સર્જન થાય તેવી પ્રેરણા કરી રહયા છે.
તેઓએ ભારતભરની અંદર યબકલ ય.ક ના રાજકોટ સૌરાષ્ટ્ર યુની. સહિત ઘણા ટ્રેનિંગ સેન્ટરોની સ્થાપના કરી છે. સૌરાષ્ટ્ર યુની. માં પણ તેઓએ એક અનોખા સેમીનારનું આયોજન કરેલ છે. આ ઉપરાંત જયુડીશરી ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરી વધારેમાં વધારે સમાજની અંદર સારામાં સારો ન્યાય અને સારામાં સારી સેવા આપી શકે તેવી પ્રેરણા કરી રહયા છે. તેઓ બ્લેક બ્લાઈંડ દ્વારા એક્તા ના સુત્રો સાથે જૈન સમાજના ચારેય ફીરકાઓની એક્તા નું અનોખુ અભિયાન ઉપાડી રહયા છે. વયફ અને વમા ના માધ્યમથી દરેકને હેલ્થ ઈન્સ્યોરન્સ અને સ્વાભિમાન પૂર્વક શ્રેષ્ઠ ચિકિત્સા મળી રહે તેવી સતત ને સતત પ્રરેણા કરી રહયા છે. તેમનું નવુ અને અદભૂત અભિયાન LEVEL NEXT નું ભવ્યતિભવ્ય આયોજન અમલમાં આવી રહયું છે. યયો અમદાવાદ એવમ Entrepreneurship Development Institute of India – EDIIના માધ્યમથી 1 લાખ વ્યાપારીઓને બિઝનેશમાં LEVEL NEXT ઉપર લઈ જવા તેઓ કટીબધ્ધ છે. આનાથી સમાજની અંદર વ્યાપારની અનેક તક ખુલશે અને અનેક વ્યાપારીઓને સારા બેનીફીટ મળશે.
- Advertisement -
પૂ.ગુરુદેવ તેમજ સાધ્વી શ્રી મયણાશ્રીજી મ.સા. ના પ્રવચન હદયમાં ઉતરી જાય તેવા હોઈ છે અને આધ્યાત્મિક્તા સાથે સાથે સમાજલક્ષ્ાી પણ હોઈ છે. મોટા મોટા અનેક સેન્ટરોની અંદર ખૂબજ સંખ્યામાં પ્રવચન પ્રદાન કરી સમાજના સંગઠન માટે સમાજના વિકાસ માટે અને સમાજ ઉપયોગી સેવાઓ તેઓની પ્રેરણાથી મળી રહી છે. રાજકોટના સદભાગ્ય તા. ર3/04/ર0રર ના રોજ શનિવારે હેમુ ગઢવી હોલ ખાતે સવારે 7:30 થી 9:00 સુધી તેઓ રાજકોટના શ્રોતાઓ માટે વિવિધ જ્ઞાનની વાનગીઓ પીરસવા માટે ઉત્સૂક છે. તેઓ ફક્ત 1 જ દીવસ માટે જાહેર જનતાને લાભ આપી રહયા હોઈ જૈન સમાજ ઉપરાંત અન્યોને પણ પધારવા માટે સમસ્ત જૈન સમાજ-રાજકોટ આમંત્રણ પાઠવે છે. વહેલા તે પહેલાના ધોરણે મર્યાદીત સીટ હોઈ પ્રવેશ આપવામાં આવશે.
કાર્યક્રમ સપંન્ન થયે નવકારશીનું પણ આયોજન કરવામાં આવેલ છે. રાજકોટના મૂર્તિ પૂજક તથા સ્થાનક્વાસી તથા દીગંબર તથા રાજચંદ્ર તેમજ તેરાપંથી સહીતના દરેક ફીરકાઓના અગ્રણીઓ ખૂબ જ જહેમત ઉઠાવી આ આયોજન કરી રહયા છે. જેમાં જૈન સોશ્યલ ગૃપ, દીગંબર ગૃપ, જૈન જાગૃતિ સેન્ટર, અર્હમ ગૃપ, સંઘોના તમામ યુવા મંડળો, મહીલા મંડળો, મારવાડી જૈન ગૃપ સહીત સમાજના અનેક સંસ્થાઓ જોડાઈ રહયા છે હેમુ ગઢવી હોલમાં 7:30 પહેલા પ્રવેશ કરનાર શ્રાવક ભાઈઓ-બહેનોને લકકી ડ્રો નું કુપન તથા નવકારશીનો પાસ આપવામાં આવશે તો સૌને સમયસર પધારવા અનુરોધ કરવામાં આવેલ છે.


