નિબંધ સ્પર્ધામાં ઓછામાં ઓછા 50 વિદ્યાર્થીઓ જોડાય તે શાળા જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના સુઘડતર માટે અધ્યાત્મ પરિવાર સંસ્થા દ્વારા ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાવીર સ્વામીના જીવન અને ઉપદેશો પર નિબંધ લખવાનો રહેશે. આ નિબંધ સ્પર્ધા તા. 8-10થી 16-10 દરમિયાન લેવાશે.
- Advertisement -
આ નિબંધ સ્પર્ધામાં દરેક સ્કૂલ દીઠ ઓછામાં ઓછા 50 વિદ્યાર્થીઓ જોડાય તે શાળા જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તા. 5-10 સુધીમાં જે શાળામાં ઓછામાં ઓછા 50 વિદ્યાર્થીની સંખ્યા થાય તે શાળાએ જણાવેલ તારીખ મુજબ સંસ્થાના ત્રણ કોઓર્ડિનેટરને તેમના મોબાઈલ નંબર ઉપર વ્હોટ્સએપથી શાળાનું નામ, ગામ, શહેર અને શાળાનું સરનામું જણાવવાનું રહેશે. તા. 17-10થી તા. 24-10 સુધીમાં દરેક શાળાએ ઉત્તરવહીઓ બી.આર.સી. સેન્ટર ઉપર પહોંચાડવાના રહેશે. તા. 25-10થી તા. 30-10 સુધીમાં ઉત્તરવહીઓ સંસ્થા દ્વારા બી.આર.સી. સેન્ટર ઉપરથી એકત્રિત કરવામાં આવશે.
મહાવીર સ્વામીનું જીવન અને ઉપદેશો આ વિષયો પર નિબંધ લખવાનો રહેશે. આ નિબંધ સ્પર્ધા માટે અધ્યાત્મ ભવન ઈ/જ્ઞ શ્રી શાંતિ જિન સંઘ, એનિમલ હોસ્પિટલની પાસે, ઋજુવાલિકા ફ્લેટની બાજુમાં, માદલપુર, પાલડી, અમદાવાદ મો. 7227070403 ખાતે સંપર્ક કરવાનો રહેશે.