સર્વશ્રેષ્ઠ પ્રિન્સ-પ્રિન્સેસ બનવા ખેલાશે અનોખો ‘રાસ ગરબા જંગ’
સુપ્રસિદ્ધ ઓરકેસ્ટ્રા, જાણીતા ગાયકો રંગ જમાવશે : રાસોત્સવનું અકિલા ડોટ કોમના ફેસબુક પર તથા ડેન RCC કેબલ નેટવર્ક ઉપર લાઇવ પ્રસારણ
- Advertisement -
‘અકિલા’ પરિવારના અશોકભાઇ બગથરિયા – સંદીપભાઇ બગથરિયાનું અભૂતપૂર્વ આયોજન
સોનમ નવનાત વણિક ગરબા ગ્રાઉન્ડ, શિતલ પાર્ક, 150 ફુટ રીંગ રોડ પર યુવાધન હિલોળે ચડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રંગીલા રાજકોટની કલાપ્રેમી અને ગરબાપ્રેમી પ્રજા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 13ને રવિવારના રોજ સાંજે 7 થી 10.30 દરમિયાન સોનમ નવનાત વણિક ગરબા ગ્રાઉન્ડ, શિતલ પાર્ક, આર.કે.વર્લ્ડ ટાવરની બાજુમાં 150 ફુટ રીંગ રોડ ખાતે ‘અકિલા’ પરિવારના અશોકભાઇ બગથરિયા અને સંદીપભાઇ બગથરિયાની જુગલજોડી દ્વારા બાન લેબ, એસએસ સ્વીટ્સ, યુનિટી સીમેન્ટ અને જેએમજે પ્રોજેકટના સહકારથી ‘અકિલા બેસ્ટ ઓફ બેસ્ટ 2024’ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવ કંઇક અનોખો અને અદ્ભૂત રહેવાનો છે કારણ કે આ રાસોત્સવમાં ખેલૈયાઓ પોતાનું કૌવત – કલા દ્વારા શ્રેષ્ઠતા પુરવાર કરવા ગરબા રમશે. નવલી નવરાત્રિમાં વિવિધ રાસોત્સવમાં પોતાના ગરબાની આગવી સ્ટાઇલ અને રીતથી હજારો લોકોને આકર્ષિત કરનારાઓ વચ્ચે શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનવાની હોડ જામવાની હોવાથી આ રાસોત્સવે ભારે ઉત્કંઠા જગાવી છે. જેમ જેમ રવિવાર નજીક આવતો જાય છે તેમ તેમ આ રાસોત્સવને માણવા ખેલૈયાઓમાં જ નહિ પણ પ્રજામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સંપૂર્ણ પારિવારીક માહોલ અને આધુનિક લાઇટ – માઇક – સાઉન્ડ સિસ્ટમથી સુસજ્જ એવા આ રાસોત્સવની ભવ્ય તૈયારીઓ બગથરિયા પિતા – પુત્ર દ્વારા કરવામાં આવી રહી છે. રાસોત્સવને યાદગાર બનાવવા શ્રેષ્ઠ ગાયકો, શ્રેષ્ઠ ઓરકેસ્ટ્રા અને શ્રેષ્ઠ એન્કર સેવા આપનાર છે. ‘મિલનમસ્ત’ હાસ્ય કલાકાર આ રાસોત્સવમાં એન્કરની ભૂમિકા ભજવી જબરી વાહ – વાહ મેળવશે એ નક્કી છે. ભકિત અને શકિતના પ્રાચિન – અર્વાચિન ગરબા ઉપરાંત ગાયકો કેટલાક નવા નવા નજરાણા રજુ કરી રાસોત્સવને યાદગાર બનાવશે. આ કાર્યક્રમને માણવા હજારો લોકો ઉમટી પડવાના હોઇ સુરક્ષાની પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. આ રાસોત્સવમાં વિજેતા બનનારને લાખેણા ઇનામો પણ આપવામાં આવશે. જ્યારે આ રાસોત્સવનું લાઇવ પ્રસારણ અકિલા ડોટ કોમના ફેસબુક પર તથા ડેન ય્ઘ્ઘ્ કેબલ નેટવર્ક રાજકોટ પર કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે મિલન કોઠારીનો ખાસ સહયોગ પ્રાપ્ત થયો છે.
- Advertisement -
‘અકિલા’ દૈનિકના પ્રેસ ફોટોગ્રાફર અને રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર અને ઇલેકટ્રોનિક કેમેરામેન એસો.ના પ્રમુખ અશોકભાઇ બગથરિયા અને ‘અકિલા’ના યુવા પ્રેસ ફોટોગ્રાફર સંદીપભાઇ બગથરિયાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રિતોને જણાવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા તેમની ટીમ દિવસ-રાત એક કરી રહી છે. બધાથી કંઇક અલગ, કંઇક નવું, કંઇક અનોખુ ખેલૈયાઓનું કૌવત માણવાનો મોકો ચુકવા જેવો નથી.
‘અકિલા’ બેસ્ટ ઓફ બેસ્ટ રાસોત્સવમાં સમાજના તમામ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી ખેલૈયાઓને બિરદાવશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય વિજયભાઇ રૂપાણી – માજી મુખ્યમંત્રી, ભાનુબેન બાબરીયા – મંત્રીશ્રી ગુજરાત રાજ્ય, ઉદયભાઇ કાનગડ – ધારાસભ્યશ્રી રાજકોટ, નયનાબેન પેઢડીયા – મેયરશ્રી રાજકોટ ભાજપ, ભરતભાઇ બોઘરા – પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, પ્રભવભાઇ જોશી – કલેકટરશ્રી રાજકોટ, દેવાંગ દેસાઇ – કમીશનરશ્રી રાજકોટ મ્યુ. કોર્પોરેશન, બ્રજેશ કુમાર ઝા – પોલીસ કમિશનરશ્રી રાજકોટ શહેર, મહેન્દ્રભાઇ બગડીયા – જોઇન્ટ પોલીસ કમીશનરશ્રી રાજકોટ શહેર, મનોહરસિંહ જાડેજા – એસ.પી. સોમનાથ (ગીર સોમનાથ), મૌલેશભાઇ ઉકાણી – બાનલેબ પ્રા.લી., પૂજા યાદવ – ડી.સી.પી. ટ્રાફીક બ્રાન્ચ, ડો. પાર્થરાજસિંહ ગોહેલ – ડી.સી.પી. ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર, સજનસિંહ પરમાર – ડી.સી.પી. ઝોન-1 રાજકોટ શહેર, જગદીશ બાંગરવા – ડી.સી.પી. ઝોન-2 રાજકોટ શહેર, નીતિનભાઇ ભારદ્વાજ – માજી સ્ટેન્ડીંગ ચેરમેન (ભાજપ અગ્રણી), ભુપતભાઇ બોદર – માજી રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી, જીતુભાઇ લીંબાસીયા – ડેવલોપર્સ (ખરેડી વાળા), જયમીનભાઇ ઠાકર – સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન આર.એમ.સી., નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) – ડેપ્યુટી મેયર રાજકોટ મનપા, મયુરધ્વજસિંહ જાડેજા – ચેરમેનશ્રી જે.એમ.જે. ગ્રુપ, નીતિનભાઇ નથવાણી – સીટી ન્યુઝ ચેનલ રાજકોટ ઉપસ્થિત રહેશે.
સમગ્ર રાસોત્સવને સફળ બનાવવા બગથરિયા પિતા – પુત્રના વડપણ હેઠળ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઇ) – પ્રમુખ સહકાર ગ્રુપ – પ્રમુખ ન્દુ સેના, નરેન્દ્રભાઇ બાંભલા – યુવા ઉદ્યોગપતિ – રાજકોટ, અશોકભાઇ પટેલ (મોટા મવા) – કાઠીયાવાડી જલસા, રાજદિપસિંહ એમ. જાડેજા (રાજાભાઇ) – રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ, ભુપતભાઇ બસીયા – ભાજપ અગ્રણી વોર્ડ નં. 12, મીલનભાઇ કોઠારી – ચેરમેનશ્રી, સાંસ્કૃતિક સેલ, ભાજપ – રાજકોટ, જગદીશભાઇ પટેલ – શિવ શકિત ડેરી ફાર્મ મવડી મેઇન રોડ, રાજકોટ, જયેશભાઇ સોરઠીયા – શૈલેષ ગ્રુપ મવડી રાજકોટ, દિનેશભાઇ આર. ચાવડા – બિલ્ડર્સ (મુછડી), કુલદીપભાઇ જળુ – ઉદય ઓટો રાજકોટ, દીપેન તન્ના – યુવા પત્રકાર, રોહીત પટેલ (ચરખડી) – ગુનાતીત પ્રોસેસીંગ, પારસભાઇ અનિલભાઇ રાઠોડ – કે.ડી.ક્ધટ્રકશન રાજકોટ, જયભાઇ ખારા – જૈન યુવા અગ્રણી, સુખદેવસિંહ ઝાલા – બલદેવ ગ્રુપ, જીતુભાઇ રાઠોડ – હર્ષ ક્ધટ્રકશન, પારસભાઇ સંઘાણી – શેર પોઇન્ટ એમ પાવર, સુરૂભા જાડેજા (રાવકી) – જય ઓટો એડવાઇઝર્સ (આરટીઓ) મવડી મેઇન રોડ, જય બોરીચા – યુવા ભાજપ પ્રમુખ વોર્ડ-13, કિશનભાઇ સખીયા – યુવા એડવોકેટ, બાલાભાઇ વાજા – કલાસીક ફાઇનાન્સ, સંદીપભાઇ બગથરિયા – રાધે એન્ટરપ્રાઇઝ, યોગેશ બગથરિયા – યુવા અગ્રણી બિલ્ડર, પ્રશાંત ગોંડલિયા – યુવા અગ્રણી, નિરવ વાઘેલા – રામનાથ જ્વેલર્સ, સંદીપ બગથરિયા – અકિલા પ્રેસ ફોટોગ્રાફર રાજકોટ જહેમત ઉઠાવી રહેલ છે.