આ શોભાયાત્રાના રૂટ ઉપર અનેક સંસ્થા, ગ્રુપ, મંડળ, કંપની, બેંકો દ્વારા ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણના વધામણા કરવામાં આવે છે, રથયાત્રામાં જોડાનાર તમામ લોકો માટે સમગ્ર રૂટમાં થોડા થોડા અંતરે સેવાભાવી સંસ્થા, જે તે વિસ્તારના યુવક મંડળો, સેવાભાવી કાર્યકરો, વેપારી આગેવાનો દ્વારા પ્રસાદરૂપે ઠંડા પાણી, શરબત, ફળાહાર, નાસ્તો, આઈસ્ક્રીમ સહિતની વ્યવસ્થા
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી: વિવિધ માર્ગો પર શોભાયાત્રા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા
- Advertisement -
તા.19ના જન્માષ્ટમી પ્રસંગે અનેક સંતો, મહંતો અને ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
વિ.હિ.પ. તથા સમિતિના અગ્રણીઓ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 3પ વર્ષથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને રંગેચંગે મનાવવા માટે ભવ્ય શોભાયાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં તમામ ધર્મ, સંપ્રદાય તથા સમાજનો દરેક વર્ગ નાત-જાતના ભેદથી ઉપર ઉઠીને જોડાય છે. આગામી સમયમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના નેજા હેઠળ યોજનાર અનેકવિધ કાર્યક્રમોની આ તકે માહિતી આપવામાં આવી હતી.
આ વર્ષે પણ 36મી શોભાયાત્રાનું અભુતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદેદારો, કાર્યકરોની ફૌજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્યાતીભવ્ય બનાવવા માટે કાર્ય કરી રહી છે. પ્રેસ મુલાકાતે આવેલ આગેવાનો પૈકી સુપ્રસિધ્ધ આસ્થા, સેવાના કેન્દ્ર સમાન આપગીગા ઓટલાના મહંત તથા આ વર્ષના ધર્માધ્યક્ષ્ા મહંત નરેન્દ્રબાપુ એ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી તા. 19 ના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે 8-00થી 9-00 દરમ્યાન અનેક સંતો, મહંતો અને ધર્મગુરૂઓની ઉપસ્થિતિમાં મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. આ તકે તમામ ઉપસ્થિત સાધુ-સંતો દ્વારા પ્રેરક ઉદબોધન અને આર્શીવચન પાઠવવામાં આવશે. દરેક સંપ્રદાયના અનેક ધર્મગુરૂઓ આ તકે ઉપસ્થિત રહી હમ સબ હિન્દુ એક હૈ ના સુત્રને ચરિતાર્થ કરશે.
- Advertisement -
આ તકે ઉપસ્થિત માર્ગદર્શક સમિતિના વડીલ આગેવાનો માવજીભાઈ ડોડીયા તથા હસુભાઈ ભગદેવએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી મહોત્સવ નિમિતે દર વર્ષે સંસ્થાને અનેક સંસ્થા, મંડળો, સામાજીક આગેવાનો, દાતાશ્રીઓ અને ખાસ કરીને સમગ્ર રથયાત્રાનું સુંદર રીતે સંચાલન કરવા માટે કાર્યર્ક્તાનો સહયોગ પ્રાપ્ત થાય છે અને તેમના થકી વર્ષો વર્ષ અનેકવિધ કાર્યક્રમો સહિત ભવ્યાતિભવ્ય શોભાયાત્રા શક્ય બને છે.
મહોત્સવ સમિતિના વર્ષ-ર0રરના અધ્યક્ષ્ાની જવાબદારી ધર્મેશભાઈ પટેલ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે યોજાય છે તેના કરતા પણ વિશેષ ધર્મયાત્રા આ વર્ષે યોજાશે. અનેક ફલોટસ, વાહનો, બાઈક સવાર યુવાનો, બજરંગદળના રક્ષ્ાકોની ટીમ, દુર્ગાવાહીની બહેનો, સુશોભીત ટુ વ્હીલર, રાસ મંડળીઓ, ધુન મંડળ, ડીજે પાર્ટી, કળશધારી બહેનો, સાફાધારી યુવાનો, વેશભુષા કરેલા પાત્રો સહિતના અનેક આકર્ષણો આ શોભાયાત્રામાં આ વર્ષે પણ જોડાશે અને લાખોની સંખ્યામાં ધર્મપ્રેમી હિન્દુ સમાજ ઠેર ઠેર ભગવાન કૃષ્ણના વધામણા અને દર્શનનો લાભ લેશે. તેમજ વધુમાં જણાવેલ કે, તા. 13 ના રોજ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે સાંજે 7:30 કલાકે સુત્ર સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ તથા તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવશે.
આ તકે ઉપસ્થિત વિ.હિ.પ. મહાનગરના અધ્યક્ષ્ા શાંતુભાઈ રૂપારેલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટના ટ્રાન્સપોર્ટરો દ્વારા દર વર્ષે જરૂરીયાત મુજબના તમામ નાના-મોટા વાહનો વિનામૂલયે સમિતિને ફાળવવામાં આવે છે. જેમાં અલગ અલગ સંસ્થા મંડળો પોતાના ફલોટસ બનાવી રથયાત્રામાં જોડાય છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા ડ્રાઈવર સાથેના વાહનો તો મોકલાવે જ છે પણ જરૂરી ડીઝલ પણ પોતાના સ્વખર્ચે પુરાવીને પોતાનું મહત્વપૂર્ણ યોગદાન કોઈપણ જાતની જાહેરાત વગર અનેક વર્ષોથી કરતાં આવ્યા છે. આ તકે તેઓને જેટલા ધન્યવાદ આપીએ તે ઓછા છે.
આ તકે જન્માષ્ટમી રથયાત્રાના સંયોજક વાવડીના અગ્રણી અને રાજાભાઈના હુલામણા નામથી જાણીતા રાજદિપસિંહ જાડેજાએ જન્માષ્ટમી શોભાયાત્રા નિમિતે સમગ્ર રાજકોટના રાજમાર્ગો ઉપર વિચરણ કરનાર ભવ્યાતિ ભવ્ય અને દર્શનીય શોભાયાત્રાનો લાભ લેવા અનુરોધ ર્ક્યો છે. સાથે અપીલ પણ કરી છે કે, સમગ્ર હિન્દુ સમાજ, વડીલો, યુવાનો, બહેનો, બાળકો બધા હિન્દુ સમાજની એક્તાનો પ્રચંડ પરીચય કરાવવાના ભાગ રૂપે આ રથયાત્રામાં અવશ્ય જોડાય તથા દર્શનનો લ્હાવો લ્યે. રથયાત્રા સાથે જોડાનાર તમામ કાર્યકરોને સમગ્ર શીસ્ત સાથે આખી શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે અનુરોધ ર્ક્યો છે. તેમજ વિશેષમાં જણાવેલ કે તા. 1પ ના રોજ રાત્રે 9-00 કલાકે હેમુગઢવી ખાતે કૃષ્ણભક્તિ, દેશભક્તિ નામક સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
સમિતિના મહામંત્રી નિતેશભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ શોભાયાત્રાના રૂટ ઉપર અનેક સંસ્થા, ગ્રુપ, મંડળ, કંપની, બેંકો દ્વારા ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણના વધામણા કરવામાં આવે છે. રથયાત્રામાં જોડાનાર તમામ લોકો માટે સમગ્ર રૂટમાં થોડા થોડા અંતરે સેવાભાવી સંસ્થા, જે તે વિસ્તારના યુવક મંડળો, સેવાભાવી કાર્યકરો, વેપારી આગેવાનો દ્વારા પ્રસાદ રૂપે ઠંડા પાણી, શરબત, ફળઆહાર, નાસ્તો, આઈસ્ક્રીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. જે માટે સમગ્ર ટીમ દ્વારા આ તમામનું અભિવાદન અને આભાર વ્યક્ત ર્ક્યો હતો.
શોભાયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર મુખ્ય માર્ગો ઉપર ફરીને પેડક રોડ બાલક હનુમાન મંદિર ખાતે સમાપન થશે
જન્માષ્ટમી મહોત્સવના ઉપલક્ષ્ામાં આગામી કાર્યક્રમોની હારમાળા સર્જાય છે જે અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી તા. 7 ના રોજ અટલ બિહારી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે બાળકો માટે ગોપી-કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ના રોજ રક્ષ્ાબંધન નિમિતે દુર્ગાવાહીનીના બહેનો દ્વારા રક્ષ્ાાબંધનની ઉજવણી કરવામાં આવશે. તા. 14 ના રોજ અખંડ ભારત સંકલ્પ દિન નિમિતે બજરંગદળના કાર્યકરો દ્વારા એક મસાલ યાત્રા યોજાશે. તથા સવિશેષ તા. 19 ના રોજ જન્માષ્ટમી નિમિતે ભવ્યાતિભવ્ય, દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતની 36મી શોભાયાત્રાની આછેરી ઝલક જોઈએ તો રાજકોટના મવડી ચોક ખાતેથી શરૂ થનારી આ શોભાયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને પેડક રોડ બાલક હનુમાન મંદિર ખાતે સમાપન થશે. તેમજ વધુમાં જણાવેલ કે આમ્રપાલી અન્ડરબ્રીજ બન્યા બાદ પ્રથમ વખત શોભાયાત્રા હોય તેને ધ્યાનમાં રાખી વાહન સહિત ફલોટની ઉંચાઈ 1ર ફુટ ની રાખવા વિનંતી કરેલ છે.
આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નાના-મોટા વાહન, હજારો લોકો, સંસ્થાઓ, મંડળો, ગ્રુપ, શૈક્ષ્ાણિક સંસ્થાઓ અને કાર્યકરો જોડાશે. આ શોભાયાત્રાના વિવિધ ફલોટસ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દર્શનનો લાભ લેવા અબાલ-વૃધ્ધ, ભાઈઓ-બહેનો સહિતના તમામ લોકો અને હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડશે.
રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા વિનામૂલ્યે ફલોટ માટે વાહનો પુરા પાડવામાં આવેલ છે. આ વાહનના વાહન ચાલકો પણ કોઈજાતનો ચાર્જ લીધા વગર નિ:સ્વાર્થ ભાવે સેવા આપી રહયાં છે. માટે દરેક ચાલકોને મહોત્સવ સમિતિ દ્વારા એક પ્રોાત્સાહિત પુરષકાર રૂપે ગીફટ આપવામાં આવશે.
અનેક ગૃપ, મંડળો દ્વારા નોંધણી તથા લતાસુશોભન અને અનેક પ્રકારની થીમ તથા સંદેશાઓ પાઠવતી કૃતિઓ તૈયાર કરવામાં આવશે. જેને સમિતિ દ્વારા બનેલી નિર્ણાયક કમીટીના મુલ્યાકન બાદ ઈનામ આપીને નવાજવામાં આવશે. આ તમામ કૃતિની સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધક મંડળ, સંસ્થા, ગૃપ ની જન્માષ્ટમી મહોત્સવ સમિતિની નિર્ણાયક કમીટીની ટીમ આ કૃતિઓની મુલાકાત લેશે. આ ટીમ દ્વારા મુલ્યાંકન થયા બાદ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમાંક આપી બહુમાન અને ઈનામથી નવાજવામાં આવશે. આ રથયાત્રાને સફળ બનાવવા દરેક સહાયોગ કરે તેવી અપેક્ષ્ાા મહોત્સવ સમિતિના હોદેદારોએ તમામ પાસે રાખી છે. તેમજ શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આ વખતનો શોભાયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવેલ છે.
આ પ્રેસ મુલાકાતમાં સમિતિના ધર્માધ્યક્ષ્ા પ.પૂ. શ્રી નરેન્દ્ર બાપુ તથા માર્ગદર્શક મંડળના સર્વશ્રી નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, સમિતિના અધ્યક્ષ્ા ધર્મેશભાઈ પટેલ, યાત્રા સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક તિર્થરાજસિંહ ગોહીલ, મનીષભાઈ બેચરા, મહામંત્રી નિતેશભાઈ કથીરીયા તથા પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસ શેઠની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ 2થયાત્રા
રૂટ – 2022
ધર્મસભા-
સવા2ે 8-00 કલાકે
ધર્મયાત્રા પ્રસ્થાન
મવડી ચોકડીથી
2ૈયા સર્કલ
હનુમાન મઢી ચોક, આમ્રપાલી 2ોડ
કિશાનપ2ા ચોક,
જિલ્લા પંચાયત ચોક,
ફુલછાબ ચોક,
હ2ીહ2 ચોક,
પંચનાથ મંદિ2 2ોડ, લીમડા ચોક, ભાવનગ2નો ઉતા2ો એસ.બી.એસ. બેંકની બાજુમાં
ત્રિકોણબાગથી
ગેસ્ફોર્ડ ટોકીઝ 2ોડથી
માલવીયા ચોકથી
લોધાવાડ ચોકથી
ગોંડલ 2ોડ, મકકમ ચોક, 80 ફુટ 2ોડ, પાસપોર્ટ ઓફીસ,
નાગ2ીક બેંક ચોક, ધા2ેશ્વ2 મંદિ2, ભક્તિનગ2 સર્કલ
સો2ઠીયાવાડી ચોક
કેવડાવાળી મેઈન 2ોડ,
બોમ્બે આર્યન ચોક થઈને જિલ્લા ગાર્ડન ચોક,
2ામનાથપ2ા જેલ ચોક, જુનુ બી-ડીવીઝન પોલીસ સ્ટેશન થઈ
ચુના2ાવાળ મેઈન 2ોડ,
ચંપકનગ2,
સંતકબી2 2ોડ,
કે.ડી. કોમ્પલેક્ષ્ા ચોક
ગોંવિદબાગ શાકમાર્કેટ
બાલક હનુમાન મંદિ2 પાણીના ઘોડા ખાતે સમાપન