સંત અપૂર્વમુનિ સ્વામી, સંજય રાવલની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ; ગોખણપટ્ટી મુક્ત લર્નિંગ પર ભાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં શિક્ષણની ઉત્તમ પરંપરાને આગળ વધારવા કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ (ઈઇજઊ) નો ભવ્ય શુભારંભ થયો છે. રવિવારે પૂ. સંત અપૂર્વમુનિ સ્વામી અને મોટિવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલના હસ્તે સંસ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સ્કૂલના ટ્રસ્ટીઓ અશોકભાઈ પાંભર અને રમેશભાઈ પાંભરે જણાવ્યું હતું કે, આ સંસ્થા બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અહીં શિક્ષણ માત્ર ’રોટ લર્નિંગ’ (ગોખણપટ્ટી) પૂરતું સીમિત નથી, પરંતુ ઈઇજઊ દ્વારા સૂચિત કોન્સેપ્ટ ક્લેરિટી અને એપ્લિકેશન બેઝ્ડ લર્નિંગ પર આધારિત છે.
સ્કૂલનું મુખ્ય ધ્યેય છે શિક્ષણ સાથે મૂલ્ય, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વિકસાવતું સર્વાંગી શૈક્ષણિક વાતાવરણ. કર્ણાવતી ઇન્ટરનેશનલ સીબીએસઇની સંપૂર્ણ ટીમ સાચા કલ્ચરમાં સતત મૂલ્યાંકન, સ્ટ્રેસ ફ્રી લર્નિંગ, ચાઇલ્ડ સેન્ટ્રીક લર્નિંગ અને હોલિસ્ટિક ગ્રોથ પર ભાર આપવા પ્રતિબદ્ધ છે. ભવ્ય સુવિધાઓ અને વૈશ્વિક દૃષ્ટિકોણ સાથે, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ શહેર માટે ગૌરવનું શૈક્ષણિક કેન્દ્ર બનશે.
સ્કૂલની સુવિધાઓ:
સ્માર્ટ ક્લાસરૂમ્સ અને સાયન્સ-કમ્પ્યુટર લેબ્સ
- Advertisement -
સમૃદ્ધ લાઈબ્રેરી અને આર્ટ-મ્યુઝિક સ્ટુડિયોઝ
ઇન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સ એરેના અને વિશાળ ઓડિટોરિયમ
સુરક્ષિત કેમ્પસ અને અનુભવી શિક્ષકમંડળ



