આરોગ્યક્ષેત્રે રાજકોટમાં એક નવા અધ્યાયની શરૂઆત: નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટની ટીમ જનતાને ગુણવત્તાસભર સેવા પ્રદાન કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા. 19 ઓક્ટોબર, 2025, રવિવારના રોજ સવારે 9 વાગ્યે કિસાનપરા ચોક-રેસકોર્સ વિસ્તારમાં સ્થિત એક અધ્યતન તેમજ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કેર ફિઝિયોથેરાપી એન્ડ સ્પોર્ટ્સ રિહેબ સેન્ટરનો ભવ્ય શુભારંભ થયો છે. આ પ્રસંગે પ્રદીપભાઈ શાહ (તંત્રી – સાંજ સમાચાર) તથા નરેશભાઈ પટેલ (ચેરમેન – ખોડલધામ) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી તેમના વરદ હસ્તે સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટરમાં રાજકોટના નામાંકિત અને કુશળ ડોક્ટરોની ટીમ તમામ પ્રકારની ફિઝિયોથેરાપી સંલગ્ન સારવાર માટે આપની સેવામાં હાજર હશે.
જેના પ્રણેતા એવા ડો. દર્શી યોગેન દોશી, જેઓ માસ્ટર્સ ઇન ફિઝિયોથેરાપીમાં ઓર્થો અને સ્પોર્ટ્સમાં યુનિવર્સિટી પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા છે. તેમની સાથે ડો. અભિષેક ઠાકર (ઝોનલ હેડ – ઇઈઈઈં), ડો. જયદેવ પંડ્યા (હેડ ફિઝિયોથેરાપીસ્ટ – સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન) તથા અન્ય અનુભવી તેમજ નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટોની ટીમ રાજકોટ ની જનતાને ગુણવત્તાસભર સેવા પ્રદાન કરવા માટે તત્પર છે. સેન્ટરમાં ક્રોનિક પેઈન મેનેજમેન્ટ, ડ્રાય નીડલીંગ, કપીંગ જેવી આધુનિક ટેક્નિક્સ પણ ઉપલબ્ધ રહેશે.
અદ્યતન ફિઝિયોથેરાપી સેવાઓ ઉપલબ્ધ
ઇલેક્ટ્રો મોડાલિટીઝ : TENS, IFT, SWD, Laser, Ultrasound, Electrical Stimulation, Cryotherapy
- Advertisement -
મેન્યુઅલ થેરાપી : Soft tissue mobilisation, Joint mobilisation, Stretching therapy
એક્સરસાઇઝ થેરાપી : Postural correction, Strengthening Flexibility exercises, Pre-Post Natal care, Pelvic floor strengthening, Post-surgical physiotherapy
સ્પોર્ટ્સ સંબંધિત રિહેબ સેવાઓમાં નીચે મુજબની સેવાઓ મળી રહેશે
Musculoskeletal screening A“¡ Injury prevention programs
l Sports injury management (Sprains, Strains, Ligament Tendon care)
l Post-injury post-surgery rehab
l Return-to-sport training (performance focused)
l Strength, Agility Endurance training
l Taping Bracing, Sports massage
l Biomechanical assessment



