બે વર્ષના કોરોના કપરા કાળ બાદ
સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે
- Advertisement -
કોરોના કપરા કાળમાંથી આમજનતા બહાર આવી રહી છે ત્યારે રાજકોટ મનપા દ્વારા બે વર્ષ બાદ ફરીથી આમજનતા માટે દિવાળીના તહેવારને અનુલક્ષીને શનિવાર ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં ભવ્ય આતશબાજીનું આયોજન કરેલ છે.
રાજકોટ મનપાના સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અરોરા તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશ પીપળીયાની એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે વર્ષોથી દિવાળીના તહેવારોને અનુલક્ષીને આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. આ આતશબાજીમાં ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે. આતશબાજીમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. આવતીકાલ શનિવારના ધનતેરસના શુભ દિવસે સાંજે 7 કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ રેસકોર્ષ ખાતે યોજાશે જેનું ઉદ્ઘાટન સંસદસભ્ય તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના વરદહસ્તે થશે. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા વાહન વ્યવહાર નાગરિક ઉડડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષપદે મેયર પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે સાંસદ મોહન કુંડારીયા, રામ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ, રાજકોટ શહેર મહામંત્રી કિશોર રાઠોડ, જીતુ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષના નેતા વિનુ ધવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના ઉપસ્થિત રહેશે. ભવ્ય આતશબાજી માટે શહેરીજનોએ બહુમાળી ભવન ચોક પાસેના ચબુતરા પાસેથી પ્રવેશ લેવાનો રહેશે.