આચાર્ય નયવર્ધનસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ’સિદ્ધાચલ શરણમ્’ સંઘનું મંગલ; પાલીતાણાની ભૂમિ સંઘોના સરોદોથી ગુંજી ઉઠી
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
- Advertisement -
જૈન ધર્મના પરમ પવિત્ર તીર્થધામ પાલીતાણામાં શત્રુંજય ગિરિરાજને ભેટવા માટે વર્ષના પ્રથમ છ.રીપાલીત સંઘનો ગઈકાલે ભવ્ય પ્રવેશ થયો હતો, જેનાથી પાલીતાણા શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયો છે. યુગપુરુષ આચાર્ય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક આચાર્ય નયવર્ધનસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં આ વખતના પ્રથમ સંઘનું મંગલ થયું.
દિવ્યાબેન સુમનભાઈ, અલ્પાબેન ઉમેશભાઈ અને નીયાબેન આશિષ ભાઈ સંઘપતિ તરીકે રહ્યા હતા અને તેમણે ’સિદ્ધાચલ શરણમ્’ સંઘ યોજીને સેંકડો યાત્રિકોને જોડ્યા હતા. સોનગઢથી તા. 26મીથી શરૂ થયેલો આ સંઘનો કાર્યક્રમ તા. 30મીના રોજ દાદાના દરબારમાં તીર્થમાળ પહેરવા દ્વારા પૂર્ણ થયો. આચાર્ય નયવર્ધનસૂરીશ્વરજીની નિશ્રામાં અન્ય બે સંઘો પણ ટૂંક સમયમાં પાલીતાણા પધારશે, જેના કારણે તીર્થભૂમિ સંઘોના સરોદોથી ગાજી ઉઠી છે.



