ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
ગુજરાતભરના ધાર્મિક સ્થળો પર અત્યારે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોંડલમાં પણ વિશેષ ઉજવણી કરવામા આવી રહી છે. મહિલાઓ દ્વારા ગાય અને શ્વાન માટે વિશેષ આહાર બનાવી ખવડાવવામાં આવ્યો હતો.
ગોંડલ તાલુકાના ચરખડી ગામે દર પૂનમે ચરખડી ગામ સમસ્ત મહિલાઓ દ્વારા રામદેવપીરના મંદિરે રોટલી બનાવી ને ગાય અને શ્વાન (કૂતરા) ને ખવડાવવામાં આવે છે. છેલ્લા 8 પૂનમથી આ રીતે રોટલી બનાવીને ખવડાવવાનું ચાલુ છે. ત્યારે આજે ગુરુ પૂનમના દિવસે મહિલાઓ દ્વારા ચૂરમાના લાડવા બનાવવામાં આવ્યા હતા. જેમાં 29 કિલો ગોળ, 51 કિલો ઘઉંનો લોટ, 20 કિલો તેલ સહિતની ચીજ વસ્તુઓ ઉપયોગ કરી 100 કિલો ચૂરમાના લાડવા બનાવવામાં આવ્યા છે. આ ચુરમાના લાડુ ચરખડી ગામ અને સિમ વિસ્તારમાં ગાયો અને શ્વાનને ખવડાવવા આવ્યા હતા અને ચરખડીના સમસ્ત ગામ અને મંદિર તરફથી પણ આ સેવામાં યોગદાન મળ્યો હતો.