ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સૌથી મોટી બાય-બાય નવરાત્રિ 2024નું આયોજન અટલ સરોવર ખાતે તા. 12 ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. રાજકોટના આંગણે સતત 8 વર્ષથી થનગનાટ નચાવે તેવું બાય-બાય નવરાત્રિ લઈને ધુમ મચાવવા આવી રહ્યું છે. જેમાં તમને ગરબે રમવા માટે એક અનોખો અહેસાસ મળશે. પારિવારીક વાતાવરણમાં ગરબે ઝૂમી શકશે તેવું જાજરમાન આયોજન કરાયું છે.
- Advertisement -
આ આયોજનમાં બાઉન્સર સિક્યુરિટી પણ ઉપલબ્ધ રહેશે. ખેલૈયાઓ માટે મેડિકલ સ્ટાફ અને ડોકટર પણ ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિત રહેશે. આ બાય-બાય નવરાત્રિમાં પધારવા રાજકોટવાસીઓને આમંત્રણ અપાયું છે. આ બાય બાવ નવરાત્રિની શોભા વધારવા રાજકોટના તમામ જગ્યાના પ્રિન્સ-પ્રિન્સેસ રમવા પધારશે. આ આયોજનમાં ખેલૈયાઓને મોજ કરાવવા સીંગર હાર્દિક ડોડીયા, સંદીપ પ્રજાપતિ, આરતી ભટ્ટ અને મીરલ પટેલ પોતાના સૂરથી ખેલૈયાઓને ગરબે ઝૂમાવશે. વિશેષમાં પાસ કરાવવા માટે ઇજ્ઞજ્ઞસ ખુ જવજ્ઞૂ, ગજ્ઞદફયદયક્ષતિં.શક્ષ અને 7999997372, 7041511111 પર સંપર્ક કરી શકો છો. આ ઈવેન્ટને સફળ બનાવવા અવી પટેલ, સૌમિલ પટેલ, મેહુલ જેઠવા, આદિત્યરાજસિંહ વાઢેર, આદિત્ય મજેઠીયા, નકુલ સોની, રાજ નથવાની, દીશા પટેલ, દર્શિત મોરી, નિધિ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.