મુસાફર હિતરક્ષક સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત, બાદ તપાસના આદેશ
ધ્રોલ ડેપો મેનેજરને મુસાફરો પ્રત્યે લાપરવાહી બદલ સસ્પેન્ડ કરાયા, રાજકોટ ડેપો મેનેજરને પણ સસ્પેન્ડ કરવા માગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણે જણાવ્યુ કે છેલ્લા આઠેક માસથી રાત્રિના નવ થી સવારના પાંચ સુધી એલઇડી સ્ક્રીન, ૠઙજ સિસ્ટમ સદંતર બંધ કરી દેવામાં આવે છે. સિસ્ટમ શોભાના ગાંઠિયા જેવી બનતા મહિનાઓથી હજારો મુસાફરોને લોકેશન જોવા મળતું નથી. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ અને સાતમ આઠમના તહેવારો આવતા હોય એક્સ્ટ્રા બસો મુકાવવાની છે. અને તહેવારોમાં મોટી સંખ્યામાં બસપોર્ટ પર ભીડ ઉમટી પડશે. ઉનાળુ વેકેશનમાં એસ.ટી ને 20.41 કરોડની રાજકોટ ડિવિઝનને આવક થઈ હતી.
મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ 7 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી મુજબ ફરિયાદ નંબર 143536 થી ૠઙજ સિસ્ટમ બંધ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
જે ફરિયાદનું નિરાકરણ સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઈ હરિભાઈ ચગ દ્વારા કરવામાં આવી નથી એ ફરિયાદ કચરાપેટીમાં પધરાવી ઉલટાનું ચોર કોટવાલને દંડે એ પ્રકારે ગજેન્દ્રસિંહ ઝાલા ઉપર પોલીસમાં ફરિયાદ કરી ઋઈંછ કરી જેમાં ઉલ્લેખ કર્યો છે કે એલ.ઈ.ડી સ્ક્રીન બાબતે ફરિયાદ કરે છે. 10 ફેબ્રુઆરી 2025ના પણ ત્યારબાદ 12 મે 2025ના મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરવામાં આવી હતી. જે પગલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની વડી કચેરી દ્વારા 17 ફેબ્રુઆરી 2025થી સિસ્ટમ શરૂ કરવા લેખિત આદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તારીખ 27 મે 2025ના પુન: એસ.ટીની વડી કચેરીના રાજકોટના વિભાગીય નિયામક જે. બી. કરોતરા અને સમભાવ મીડિયા લિમિટેડને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવી ઉકેલ લાવવા આદેશ કરવામાં આવ્યો હતો. અને આ કાર્યવાહી ફક્ત બે દિવસમાં પૂર્ણ કરી વડી કચેરીને જવાબ આપવા આદેશ કર્યો હતો. બે દિવસને બદલે 70 દિવસ પછી પણ આજે જીપીએસ સિસ્ટમ રાત્રે શરૂ કરવામાં આવી નથી. જો કે અગાઉ આ અંગે જિલ્લા કલેકટર કચેરીમાં યોજાતા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ર્ન રજૂ કરાયો ત્યારે નાયબ કલેકટરે પણ આ બાબતે યોગ્ય કરવા વિભાગીય નિયામકને તાકીદ કરવામાં આવી છે. પરંતુ વડી કચેરીના લેખિત આદેશોને પણ કચરાપેટીમાં પધરાવી આજે પણ રાત્રિના સિસ્ટમ બંધ રાખવામાં આવે છે. જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રાજકોટ એસ.ટી બસપોર્ટમાં તાત્કાલિક જીપીએસ સિસ્ટમ શરૂ કરવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જેમાં જણાવાયું હતું કે લાંબા સમયથી સિસ્ટમ બંધમાં જવાબદાર કોન્ટ્રાક્ટર કે ડેપો મેનેજર તમામ સામે બસપોર્ટના સીસી ફૂટેજ મેળવી દોષિત પુરવાર થાય તો દંડનીય કાર્યવાહી થવી જોઈએ. હિતરક્ષક સમિતિની રજૂઆતના પગલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશો જારી કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા 19/7/2025 થી અધિક મુખ્ય સચિવ બંદરો અને વાહન વિભાગ સચિવાલય ગાંધીનગરને પત્ર પાઠવી રાજકોટ બસપોર્ટના જીપીએસ સિસ્ટમ અંગે રિપોર્ટ માગવામાં આવ્યો છે.