મધ્યપૂર્વી આકાશમાં રહસ્યમયી રીતે નાગરિક વિમાનોના જીપીએસ સિગ્નલ બંધ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેને લઇને સિવિલ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ ભારતીય એરલાયન્સ માટે એડવાઇઝરી જાહેર કરી છે.
જણાવી દઇએ કે હાલના સમયમાં એવી કોઇ રિપોર્ટ આવી છે કે, જેમાં મધ્યપૂર્વી આકાશમાં, ખાસ કરીને ઇરાનની સીમાની નજીક નાગરિક વિમાનોના જીપીએશ સિગ્નલ ગડબડ કરી રહ્યા છે. ડીજીસીએની એડવાઇઝરીમાં મોટો ખતરો દેખાડવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે એવી સ્થિતિમાં ભારતીય એરલાયન્સે શું કરવું જોઇએ?
- Advertisement -
કેટલીય કમર્શીયલ ફ્લાઇટમાં ખામી સર્જાયરહી છે અને ફરી ખોટા સિગ્નલ જોવા મળી રહ્યા છે. ડીજીસીએએ આ નવા ખતારને મોનિટરિંગ કરવા અને વિશ્લેષણ કરવા માટે નેટવર્ક બનાવવાની માંગણી કરી છે. જણાવી દઇએ કે, સપ્ટેમ્બરમાં કેટલીય કમર્શીયલ ફ્લાઇટસમાં આવી સમસ્યા આવી છએ, જેમાં ઇરાનની નજીકના વિમાનોના નેવિગેશન સિસ્ટમ બંધ કરવા પડયા છે કે એમાં ખામી સર્જાય છે.
થોડા દિવસો પહેલા ખોટા જીપીએસ સિગ્નલના કારણે એક વિમાન ઇરાનની વાયુસેનામાં પ્રવેશ કરી જાત. મીડિયા રિપોર્ટ અનુસાર, કેટલાય પાઇલોટ, કંટ્રોલર અને બીજા કેટલાય અધિકારીઓએ આ મુદા પર ચિંતા વ્યક્ત કરી છે.