- કાયદાનો ભંગ કરતા હોય તેવા ૬૪ ઉદ્યોગોને કારણદર્શક નોટિસ
- પ્રદુષણ અંગેની મળેલ ૪૨ ફરીયાદોનો નિકાલ
- ૫૦૦ થી વધુ એકમોની અરજીઓને મજૂરી
રાજકોટ – ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, રાજકોટ દ્વારા ૧૫ જુલાઈ ૨૦૨૦ થી ૧૫ જુલાઈ ૨૦૨૧ સુધીમાં આપવામાં આવતી વિવિધ મજૂરી, ફરિયાદોના નિકાલ, નમૂનાઓનું પૃથ્થકરણ, જનજાગૃતિ કાર્યક્રમો સહિતની વિવિધ કામગીરીઓ કરી પ્રદુષણ નિયંત્રણ સાથોસાથ ઔદ્યોગિક વિકાસમાં સહભાગી બનેલ છે.
કચેરી દ્વારા કચેરી દ્વારા પર્યાવરણના વિવિધ કાયદા જેવા કે પાણી અધિનિયમ ૧૯૭૪, હવા અધિનિયમ ૧૯૮૧ અને પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૮૬ હેઠળ કન્સેન્ટ ટું એસ્ટાબ્લીસની ૨૧૯, કોન્સોલીડેટેડ કન્સેન્ટ એન્ડ ઓથોરાઇઝેશન મા ૨૭૨ અને બાયોમેડીકલ વેસ્ટ હેઠળ ૯૪ અરજીઓ મળી કુલ ૫૮૫ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
- Advertisement -
પ્રદુષણ નિયંત્રણના કાયદા જેવા કે પાણી અધિનિયમ ૧૯૭૪, હવા અધિનિયમ ૧૯૮૧ અને પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૮૬ હેઠળ પ્રદુષણના કાયદાનો ભંગ કરતા હોય તેવા ૬૪ એકમોને કારણ દર્શક નોટીસ, ૧૧ એકમોને નોટીસ ઓફ ડાયરેક્શન તેમજ ૧૭ એકમો સામે ક્લોઝર ઓર્ડર સહિતના પગલાં લેવામાં આવ્યા છે. લોકો તરફથી પ્રદુષણ અંગેની કુલ ફરીયાદ ૪૨ મળેલ છે , જે તમામ ફરીયાદોનો નિકાલ કરવામાં આવેલો છે.
રાજકોટ ખાતેની પ્રયોગશાળામાં, પ્રાદેશિક કચેરી- રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જુનાગઢ તેમજ જેતપુર ખાતેથી આવતા હવા, પાણી/ ગંદુ પાણી તેમજ હેઝાર્ડસ વેસ્ટનાં નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવે છે. ૧૫ જુલાઈ ૨૦૨૦ થી ૧૫ જુલાઈ ૨૦૨૧ દરમ્યાન હવાના- ૩૨૯, વોટર/ વેસ્ટ વોટરના- ૧૪૭૫, તેમજ હેઝાર્ડસ વેસ્ટના- ૦૮ નમુનાઓનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે.
પર્યાવરણ અંગેની જનજાગૃતી અર્થે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી દરમ્યાન ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ , પ્રાદેશિક કચેરી-રાજકોટ દ્વારા કચેરીના પરિસરમાં ૧૦૮ તુલસીના છોડનું વુક્ષારોપણ તેમજ વિવિધ સ્થળોએ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હોવાનું અધિક્ષક શ્રી બી. એમ. મકવાણાની યાદીમાં જણાવાયું છે.