સરકારે દૂધથી બનાવેલ પ્રોડક્ટ્સ કે ડેરી પ્રોડક્ટ્સના નામે માતાનું દૂધ’ (Breast Milk) વહેંચતી કંપનીનું લાઇસન્સ રદ કરીને જરૂર પડવા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા કહ્યું.
ડેરી લાયસન્સના નામે ‘માતાનું દૂધ’વહેંચવાના મામલે સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. દૂધથી બનાવેલ પ્રોડક્ટ્સ કે ડેરી પ્રોડક્ટ્સના નામે આવી કોઈપણ પ્રોડક્ટ વહેંચતી કંપનીનું લાઇસન્સ રદ કરવાની સાથે જ જરૂર પડવા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ પણ સરકારે આપ્યો છે. સરકારે સાફ શબ્દોમાં કહી દીધું છે કે ભારતમાં ‘માતાના દૂધ’ના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.
- Advertisement -
સરકારે આ મામલે અપનાવ્યું કડક વલણ
સરકારે ‘માતાનું દૂધ’ ના વ્યવસાયિક વેચાણ સામે આ મોટું પગલું ભર્યું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો FSSAI લાયસન્સ હેઠળ દૂધ કે ડેરી પ્રોડક્ટ્સના નામ પર ‘માતાનું દૂધ’ (Breast Milk) વહેંચવાની કોઈ પણ રિપોર્ટ મળી તો એવા કિસ્સામાં સ્ટોક જપ્ત કરવા સાથે સાથે લાઇસન્સ પણ રદ કરવામાં આવશે. આ સતહે જ બીજી કડક કાર્યવાહીઓ પણ કરવામાં આવશે. FSS એક્ટ 2006 અને તેના હેઠળ બનાવેલા નિયમો અનુસાર આવા FBOs (Food Business Operators) સામે યોગ્ય કાનૂની પગલાં લેવામાં આવશે.
જુલાઇ મહિનામાં થઈ હતી મોટી કાર્યવાહી
નોંધનીય છે કે જુલાઈ મહિનામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ આવી જ એક કંપની સામે કાર્યવાહી કરીને તેનું લાઇસન્સ રદ કર્યું હતું. Neolacta Lifesciences Private Limited (NLPL) નામની કંપની ભારતમાં બ્રેસ્ટ મિલ્ક વહેંચતી હતી અને બેંગલુરુ સ્થિત આ કંપની સામે કેટલાક કાર્યકરોએ વાંધો ઉઠાવ્યો હતો એ પછી FSSAIએ કાર્યવાહી કરી અને આ કંપનીનું લાઇસન્સ રદ કર્યું હતું.
- Advertisement -
કંપનીએ કર્યો હતો આ દાવો
વર્ષ 2016 માં સ્થાપિત થયેલ Neolacta ને મૂળ ડેરી પ્રોડક્ટ્સની શ્રેણીમાં FSSAI ના કર્ણાટક કાર્યાલયમાંથી લાઇસન્સ આપવામાં આવ્યું હતું અને આના પર કાર્યવાહી કરતા FSSAI એ સાફ શબ્દોમે કહ્યું હતું કે ભારતમાં માતાના દૂધના વેચાણની મંજૂરી નથી. આ સામે Neolacta કંપનીના એમડી સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે ડોનેટ કરવામાં આવેલ માતાનું દૂધ બ્રેસ્ટ મિલ્ક નો ઉપયોગ મુખ્યત્વે પ્રિમેચ્યોર અથવા બીમાર બાળકો માટે કરવામાં આવે છે. અગાઉના અહેવાલો અનુસાર Neolacta કંપની 300 ml ફ્રોઝન બ્રેસ્ટ મિલ્ક માટે 4,500 રૂપિયા ચાર્જ કરતી હતી.