-ઘઉંમાં સપ્લાય વધારવા ઓકશનમાં 100 ને બદલે 200 ટનની ખરીદીની છુટ્ટ: સરકાર દર સપ્તાહે હવે 3 લાખ ટન ઘઉં વેચશે
તહેવારોમાં ઘઉં, ડૂંગળી સહીતની ખાદ્યચીજોના ઉંચા ભાવ સામે કેન્દ્ર સરકાર એકશનમાં આવી છે. ભાવ નીચા લાવવાના ઉદેશ સાથે નિયમોમાં છુટછાટ આપવામાં આવી છે. ઘઉંમાં અસામાન્ય તેજી હોવાના શ્રેણીબદ્ધ પગલા છતાં ભાવ પ્રમાણમાં ઉંચા જ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે ખુલ્લા બજારમાં મુકાતા ઘઉંની ખરીદીના નિયમો હળવા કર્યા છે. ઈ-એકશનમાં મીલો-જથ્થાબંધ વેપારીઓ 100 ટન સુધીની જ કરી શકતા હતા
- Advertisement -
તે મર્યાદા વધારીને 200 ટન કરવામાં આવી છે. આ પગલાથી સપ્લાય વધવા સાથે ભાવ વધારો રોકવાનો સરકારનો ઉદેશ છે આ સિવાય હવે દરેક ઈ-ઓકશનમાં બે લાખને બદલે ત્રણ લાખ ટન ઘઉનુ વેચાણ કરવામાં આવશે. ઘઉંના ભાવોને કાબુમાં રાખવા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા ગત 28 મી જુનથી દર અઠવાડીયે બફર સ્ટોકમાંથી ઘઉ વેચી રહી છે. હવે દર સપ્તાહે બેને બદલે ત્રણ લાખ ટનનું વેચાણ કરવામાં આવશે. સપ્લાય વધારવાની સાથોસાથ સંભવીત સંઘરાખોરી રોકવા પણ કદમ ઉડાવવામા આવ્યા છે. સ્ટોક માટે જરૂરી સુવિધા કે પ્રક્રિયામાં સામેલ નહિં થતા વેપારીઓને હરરાજીમાં સામેલ થવા દેવામાં નહી આવે
ફૂડ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 27.50 લાખ ટન ઘઉંનું વેચાણ કરવામાં આવ્યુ હોવાનું ઉલ્લેખનીય છે. વર્ષના અંત સુધીમાં 50 લાખ ટન ઘઉ વેચવાનો લક્ષ્યાંક છે. એફસીઆઈ પાસે 224 લાખ ટન ઘઉંનો બફર સ્ટોક હતો. બીજી તરફ હવે ડુંગળીનાં ભાવોમાં પણ ઝડપી ઉછાળાને ધ્યાને રાખીને પણ કેન્દ્ર સરકારે ટમેટા ફોર્મ્યુલા લાગુ પાડવાનો નિર્ણય લીધો છે. સામાન્ય લોકોને સસ્તા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડુંગળીના ભાવમાં ટુંકા ગાળામાં જ મોટો વધારો થયો છે અને બે થી ત્રણ ગણા થઈ ગયા છે. સરકારી રેકોર્ડ પ્રમાણે પ્રતિ કિલો કિંમત રૂા.47 ની થઈ છે
આ સંજોગોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી રાહતભાવે ડૂંગળીનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે અને રૂા.25 ના ભાવે વેચાણ શરૂ કરાયુ છે. ગ્રાહક બાબતોનાં મંત્રાલયનાં સચીવ રોહીતકુમારસિંહે કહ્યું કે ઓગસ્ટ માસથી જ બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મોટો ભાવ વધારો ધરાવતાં રાજયોમાં બફર સ્ટોકમાંથી ડૂંગળી મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 20 રાજયોમાં 1.7 લાખ ટન ડૂંગળી મોકલવામાં આવી છે.ખરીદ વાવેતરમાં વિલંબને કારણે નવો પાક મોડો થાય તેમ હોવાથી ડુંગળીના ભાવ વધ્યા છે.
- Advertisement -