સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર
ડે.ચીટનીશની 62 અને જુનિયર ક્લાર્કની 900, ગૃહ વિભાગમાં 43,389 જગ્યાઓ માટે ભરતી થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકારે 10 વર્ષ માટેના ભરતી કેલેન્ડરને મંજૂરી આપી છે, વર્ષ 2023-2033 સુધીનું ભરતી કેલેન્ડર જાહેર કરી દીધું છે, જેમાં સરકાર અલગ-અલગ વિભાગમાં ભરતી કરશે તે પણ નક્કી છે. ગૃહ વિભાગમાં 43,389 જગ્યા પર ભરતી થશે, શિક્ષણ વિભાગમાં 94,353 જગ્યા પર ભરતી થશે, નાણાં વિભાગમાં 3,407 જગ્યા પર ભરતી કરાશે અને મહેસુલમાં 4,909 માહિતી વિભાગમાં 271 ભરતી થશે સાથે સાથે પંચાયત વિભાગમાં 15,513 જગ્યા પર થશે ભરતી અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં 625 ભરતી થશે. ગુજરાત સરકારના અલગ-અલગ વિભાગમાં નોકરી મેળવવા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત સરકારે ભરતી કેલેન્ડરને આપી મંજૂરી
શિક્ષણ વિભાગમાં સૌથી વધુ 94353
કૃષિ વિભાગમાં 3822 ભરતી
પંચાયત વિભાગમાં 15513 ભરતી
મહેસુલ વિભાગમાં 4909 ભરતી
નાણાં વિભાગમાં 3407 ભરતી
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં 625 ભરતી
વન અને પર્યાવરણ વિભાગ 2257 ભરતી
સમાન્ય વહીવટ વિભાગમાં 1320 ભરતી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 11612 ભરતી
માહિતી અને પ્રસારણ વિભાગમાં 271 ભરતી
કાયદા વિભાગમાં 278 ભરતી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં 4679 ભરતી
બંદરો અને વાહન વ્યવહાર વિભાગાં 1074 ભરતી
સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં 181 ભરતી
સામાજિક ન્યાય – અધિકારિતા વિભાગમાં 1229 ભરતી
આદિજાતિ વિભાગમાં 743 ભરતી
મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં 142 ભરતી
ઊર્જા વિભાગમાં 154 ભરતી
માર્ગ અને મકાન વિભાગમાં 2366 ભરતી
રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં 956 ભરતી
શહેરી વિકાસ વિભાગમાં 1006 ભરતી
ગૃહ વિભાગમાં 43389 ભરતી
શ્રમ અને રોજગાર વિભાગમાં 3781 ભરતી કરાશે