રાજકોટ શહેરના વોર્ડ નં.૧૩માં લોકલાડીલા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ગ્રાન્ટ માંથી કૃષ્ણનગર મેઈનરોડથી આનંદ બંગલાચોક, ગોકુલધામ આવાસ યોજના સુધી રૂપિયા ૮૫-લાખના ખર્ચે પેવર રોડનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ આ કાર્યક્રમમાં વોર્ડ નં.૧૩ના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, રોશની સમિતિના ચેરમેન જયાબેન ડાંગર, સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય નીતિન રામાણી, કોર્પોરેટર સોનલબેન સેલારા, શહેર ભાજપમંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ કેતનભાઈ વાછાણી, વોર્ડ મહામંત્રી ધીરૂભાઈ તળાવીયા, હસુભાઈ ચોવટિયા, સુખદેવસિંહ વાળા, જીતુભાઈ સેલારા, શૈલેશભાઈ ડાંગર, ભરતભાઈ બોરીચા, દિવ્યેશભાઈ પીપળીયા, નારણભાઈ બોરીચા, પ્રવિણભાઈ રાઠોડ, અમિતભાઈ જાવીયા, નિરવભાઈ રાયચુરા, ઉદયભાઈ ભટ્ટ, વિમલભાઈ ડાંગર, મંગળાબેન સોઢા, નયનાબેન ગોહેલ, જીતુભાઈ સેલારા તેમજ સ્વામીનારાયણ ચોકના વેપારીઓ તથા લતાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને આ પેવર બ્લોકનું ખાતમુહુર્ત થતા હર્ષની લાગણી પ્રસરી હતી.



