-રોજગારી-ટેકનોલોજી સર્જનમાં અગ્રણી ઉદ્યોગને ફરી ધમધમતો કરવાનું આયોજન: નવા ફિલ્મસીટી પણ સફળ થતા નથી
દેશમાં કોરોનાકાળ પછી બોલીવુડ સહિતની ફિલ્મોને કરોડો દર્શકો તરફથી નબળા પ્રતિસાદ અને અબજોનું ટર્નઓવર તથા મોટાપાયે રોજગારી તથા ટેકનોલોજી સર્જતા ફિલ્મ ઉદ્યોગથી સિનેમાઘરોની સામે ઉભા થઈ રહેલા પ્રશ્ર્નો હવે સરકાર માટે ચિંતાનો વિષય બની ગયા છે
- Advertisement -
અને હવે લોકસભા ચૂંટણી પુર્વે સરકાર કોઈ ખાસ એકશન પ્લાન બનાવે તેવા સંકેત છે. વિશ્વમાં ભારત કરતા ચોથા ભાગની વસતિ ધરાવતા અમેરિકા કે થોડા કરોડની વસતિ ધરાવતા બ્રિટન અને ભારત જેવાજ કદના ચીનની સરખામણીમાં સિનેમાઘરોની સંખ્યા અત્યંત ઓછી છે અને વિશ્વમાં સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ ભારતમાં થાય છે પણ મોટાભાગની ડબ્બામાં જાય છે.
2022માં ભારતીય ફિલ્મ ઉદ્યોગે 1500થી વધુ હિન્દી અને પ્રાદેશિક ફિલ્મ રજુ કરી હતી પરંતુ કુલ કમાણી 102 અબજ રૂપિયાની જ થઈ છે. ખાસ કરીને નાના શહેરમાં મલ્ટીસ્ક્રીન સિનેમાઘરો પણ પહોંચ્યા નથી અને 9382 સ્ક્રીન જ દેશમાં છે. દેશમાં મુંબઈ-મહારાષ્ટ્ર સિવાય ઉતરપ્રદેશ ગુજરાત સહિતના રાજયોમાં ફિલ્મ ઉદ્યોગને અને ફિલ્મી સીટી બનાવાના પ્રયાસો પણ નિષ્ફળ નિવડયા છે અને શુટીંગ રેન્જ પણ મર્યાદીત બની રહી છે.