ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
ઓલા ઈલેક્ટ્રિક વિરૂદ્ભ ગ્રાહકો તરફથી મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે એક મોટું પગલું ભર્યું છે. સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી(CCPA) એ ઓલા ઈલેક્ટ્રિક દ્વારા ઉત્પાદિત સેવાઓ અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં કથિત ‘ખામીઓ’ સંબંધિત ફરિયાદોની વિગતવાર તપાસ કરવાનો આદેશ આપ્યો છે.નિધિ ખરેની આગેવાની હેઠળની સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ ડાયરેક્ટર જનરલ (તપાસ)ને આ મામલે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. ખરે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ((BIS )ના વડા પણ છે. આ અંગેનો આદેશ 6 નવેમ્બરે જારી કરવામાં આવ્યો હતો અને (BIS મહાનિર્દેશકને 15 દિવસમાં તપાસ રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.ગ્રાહક બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કંપનીએ નોટિસનો જવાબ આપ્યો છે.
- Advertisement -
(CCPA)એ હવે ડાયરેક્ટર જનરલ (તપાસ)ને આ મામલાની વિગતવાર તપાસ કરવા અને 15 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા કહ્યું છે. નેશનલ ક્ધઝ્યુમર હેલ્પલાઈન ((BIS ) પર 10,000થી વધુ ફરિયાદો મળ્યા બાદ (NCH) દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીના પગલે આ પગલું લેવામાં આવ્યું છે.નિયમનકારે ઓલા ઈલેક્ટ્રીકને 7 ઓક્ટોબરના રોજ ગ્રાહક અધિકારોના કથિત ઉલ્લંઘન, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અયોગ્ય વેપાર પ્રથાઓને ટાંકીને નોટિસ જારી કરી હતી. કંપનીએ 21 ઓક્ટોબરે નોટિસ આપી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેણે (NCH) સાથે દાખલ કરાયેલી 10,644 ફરિયાદોમાંથી 99.1 ટકા ફરિયાદોનું નિરાકરણ કર્યું છે.વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, ઓલા ઈલેક્ટ્રિકનો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં 49 ટકા હિસ્સો હતો, જે કંપનીની શ્રેષ્ઠ હતી. પરંતુ આ પછી કંપનીના માર્કેટ શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓલા ઈલેક્ટ્રિકનો શેર 20 ઓગસ્ટે ગજઊ પર રૂ.157.40ના ભાવને સ્પર્શ્યો હતો. પરંતુ ત્યારપછી કંપનીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 14 નવેમ્બરે શેરનો ભાવ ઘટીને રૂ.70.12 થયો હતો.