ગાંધીનગરના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સહાયક નિયામકનો બફાટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ની ગાંધીનગર સ્થીત કચેરીના સહાયક નિયામક (ઉજવણી ) એ એવું ઉચ્ચારણ કર્યું છે કે ૠજઝએ તમારો પ્રોબ્લેમ છે, અમે અલગથી નહીં આપીએ..
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ગત શનિવારે અમે ‘ખાસ ખબર’ માં અભિલાષના અક્ષયપાત્રમાં આ વિવાદિત અધિકારીના કારસ્તાનો ખુલ્લા પાડેલા. આજે આ અધિકારીએ ’ટકે શેર ભાજી – ટકે શેર ખાજા’ જેવો તઘલખી નિર્ણય લીધો છે. જે કલાસંસ્થાઓ GST નંબર ધરાવે છે તેમને અને જે કલાસંસ્થાઓ GST નંબર નથી ધરાવતી તેમને એક સરખી રકમના વર્ક ઓર્ડર વાયબ્રન્ટ નવરાત્રી શેરી ગરબા માટેના આપી સૌને એક જ લાકડીએ હાંકવાની નીતી અખત્યાર કરી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ખુદ જ્યારે GST માટે મોટું અભિયાન ચલાવતા હોય ત્યારે દિવા પાછળ અધારૂં જેવી સ્થીતી ઉભી થઇ છે. આજે આ અંગે આ અધિકારીને આ બાબતે પૃચ્છા કરતા તેમણે ઉદ્ધતાઇ થી એવો જવાબ આપેલો કે, GSTએ તમારો પ્રોબ્લેમ છે, અમે અલગથી નહીં આપીએ !!! ગત સાંજે તેમણે પોતાની મરજી મુજબ મન ફાવે તે રીતે કરેલી કાર્યક્રમોની લ્હાણીની વિગત મેળવવા એક RTI પણ દાખલ કરવામાં આવી છે.
છેલ્લા સમાચાર મુજબ આ અધિકારીની ફરીયાદ છેક મુખ્યમંત્રી સુધી પહોંચતા, મુખ્યમંત્રીએ ગઇ સાંજે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સચિવશ્રી ને આ વિવાદિત અધિકારી સામે પગલાં લેવાના આદેશ પણ આપી દીધા છે.