ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ડેરીના ચેરમેન તેમજ વીરપુર જૂથ સેવા સહકારી મંડળી લિ.ના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાને વિશ્ર્વની સૌથી શક્તિશાળી ખાદ્ય અને દૂધ બ્રાન્ડ AMUL (GCMMF)ના વાઇસ ચેરમેન તરીકે પસંદગી થતાં યાત્રાધામ વીરપુરમાં ખુશીનો માહોલ છવાયો હતો.
- Advertisement -
ગોરધનભાઇએ ખેડૂત હિત માટે દૂધના યોગ્ય ભાવ, પ્રામાણિક કામગીરી અને ટેક્નોલોજી અપનાવી રાજકોટ ડેરીને 5 વર્ષમાં ટર્નઓવર રૂા. 776 કરોડથી વધારી રૂા. 1142 કરોડ (47% વૃદ્ધિ) અને નફામાં નફો રૂા. 4 કરોડ રૂા. 80 કરોડ (1900% વૃદ્ધિ) પહોંચાડ્યો છે. રૂા. 117 કરોડના ઐતિહાસિક ભાવફેરથી ખેડૂત સમુદાયને સશક્ત બનાવ્યા હતા. ગ્રાહકો માટે દૂધ ભેળસેળ વિરુદ્ધ પગલાં અને પશુપાલકો માટે મજબૂત સંસ્થાકીય વ્યવસ્થાના પ્રયાસો તેમને એક નિષ્ઠાવાન, નીતિપ્રેમી અને પ્રભાવશાળી સહકારી નેતા તરીકે ઓળખ આપે છે. તેમનું નેતૃત્વ સહકાર ક્ષેત્રને નવી દિશા આપે છે ત્યારે ગોરધનભાઇ ધામેલીયા અમૂલ જીસીએમએમએફના વાઈસ ચેરમેન બન્યા બાદ તેઓ પોતાના વતન વીરપુર આવતાં તેમના પરિવારજનો દ્વારા કુમકુમ તિલક કરીને સામૈયા કર્યા હતા તેમજ વીરપુર ગામના તમામ સમાજના આગેવાનો તેમજ ગ્રામજનોએ ગોરધનભાઇ ધામેલીયાનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું.