વિશ્ર્વ હિંદુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજન
સ્પર્ધાના સ્થળે પણ એન્ટ્રી ફોર્મ સ્વીકારવાની આયોજકોની જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જન્માષ્ટમીમાં કાનાના આગમનને વધાવવા માટે રાજકોટમાં અનેક સ્થળોએ તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે વિશ્વ હિંદુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તા. 9 ઓગસ્ટને શનિવારે હેમુ ગઢવી હોલમાં યોજાનારી ગોપી-કિશન સ્પર્ધામાં ભાગ લેવા માટે ભૂલકાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આયોજકોએ જણાવ્યું છે કે જે બાળકો ફોર્મ ભરવામાં ચૂકી ગયા હોય તેઓ સ્પર્ધાના સ્થળે પણ ફોર્મ ભરીને પોતાની એન્ટ્રી કરાવી શકશે. આ સ્પર્ધામાં એ ગ્રુપમાં 2 થી 5 વર્ષની વયના બાળકો ભાગ લઈ શકશે. આ ઉપરાંત ગ્રુપ બીમાં 6 થ 9 અને ગ્રુપ સી માં 10 થી 12 વર્ષની વયનાં બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં બાળકો ગોપી-કિશનના પહેરવેશમાં સ્ટેજ ઉપર ચાલશે અને પરફોર્મન્સ આપશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ જન્માષ્ટમી કાર્યાલય (ડો. યાજ્ઞિક રોડ, તનિષ્ક બિલ્ડીંગ, ઇંઉઋઈ બેન્કની બાજુમાં), સેન્ટ ગાર્ગી સ્કુલ (સુભાષનગર-2, આમ્રપાલી ફાટક પાસે) તથા ચાણક્ય વિદ્યાલય (9, બ્રહ્મણીયા પરા, પાણીના ઘોડા પાસે)ખાતેથી મળશે. આ ફોર્મ તા. 7 સુધીમાં ભરીને આપવાના રહેશે.
આ ગોપીકિશન સ્પર્ધાના ક્ધવીનર યુવા ભાજપ અગ્રણી તરીકે જય બોરીચા અને સહ ક્ધવીનર તરીકે રમાબેન હેરભા છે જયારે માર્ગદર્શક તરીકે મિલન કોઠારી અને ધર્મેશ વેષ્ણવ અને અપૂર્વ મણિયાર નિમાયા છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનવા કુલદીપ વિસાણી, કેતન સંઘવી, જય મહેતા, વિપુલ ગજજર, દેવાંગ ખજુરિયા અને વિશ્વાશ મહેતા જેહમત ઉઠાવી રહ્યા છે. જન્માષ્ટમી અંતર્ગત ગોપી કિશન સ્પર્ધા, જાગો હિંદુસ્તાની ડાયરો, ત્રિશુલ દિક્ષા અને જન્માષ્ટમી શોભાયાત્રામાં રાજકોટની જા
શનિવારે જાગો હિન્દુસ્તાની દેશભક્તિ ગીત સંગીત કાર્યક્રમ
દેશપ્રેમના ભાવોને ઉજાગર કરતો ભવ્ય દેશભક્તિ ગીત સંગીત જાગો હિન્દુસ્તાનીનો કાર્યક્રમ તા.9ને શનિવાર રાત્રે 9-30 કલાકે, હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવ્યો છે તથા આ કાર્યક્રમમાં જનતા માટે નિ:શુલ્ક એંટ્રી રહેશે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત સ્વરનાદ પ્રોડક્શન ગ્રુપ તથા સાઈ આર્ટ રાકેશ કડિયા ગ્રુપ દ્વારા ઓ મેરે વતન કે લોગો સહિતના અમર દેશભક્તિ ગીતો અને દેશપ્રેમ તેમજ શૌર્ય ગીતો રજૂ કરવામાં આવશે.