સ્વામિનારાયણ સંપ્રદાયના ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો’ પુસ્તકમાં ઘણી જગ્યાએ સનાતની દેવી-દેવતાઓનું અપમાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્વામિનારાયણ સંપ્રદાયના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત કરાયેલાં ‘શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો’ નામના પુસ્તકમાં દ્વારકાધીશ સિવાય અન્ય દેવી-દેવતાઓનું પણ ઘોર અપમાન કરવામાં આવ્યું છે. ગઈકાલે આ પુસ્તક અંગેનો એક વિસ્તૃત અહેવાલ ‘ખાસ-ખબર’માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ પુસ્તકમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરાયેલાં કેટલાંક વધુ વિકૃત વિચારો અહીં પુસ્તકના પાના નંબર સાથે પ્રસ્તુત છે.
વાર્તા 25 માતા ચામુંડાને તુચ્છ દેવી ગણવામાં આવ્યા, દેવ-દેવીની ઉપાસનાથી ઘોર નરક મળે છે. (પેજ નં.78)
- Advertisement -
વાર્તા 24 રણછોડરાય સ્વામિનારાયણના સેવક છે. (પેજ નં.72)
વાર્તા 27 શંકર ભગવાન સ્વામિનારાયણની સેવા કરે છે, શોભારામે શિવજીની પૂજા કરી તે વર્ષો નકામા ગયા. (પેજ નં.83)
વાર્તા 40 બહુચરાજીએ સ્વામિનારાયણનું ભજન કરવાનું કહ્યું. (પેજ નં.121)
વાર્તા 62 ગોપાળાનંદ સ્વામી સામે હનુમાનજી કાંપવા લાગ્યા, હનુમાનજીએ કહ્યું, ‘હું ગોપાળાનંદનો સેવક છું, મને પગે ના લાગો’ (પેજ નં.149)
વાર્તા 11 શ્રી કૃષ્ણ અને શ્રી રામ સ્વામિનારાયણની સેવામાં જોવા મળે છે. (પેજ નં.184)