– નવુ ફીચર કાલ્પનિક ફિલ્મ સેટીંગ બનાવવામાં મદદરૂપ થશે
ગુગલનું વિડીયો શેરીંગ પ્લેટફોર્મ યુટયુબ નવા જેનેરેટીવ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ફિચર્સ રજુ કરવાની તૈયારીમાં છે. મીડીયા રીપોર્ટ અનુસાર આ ફીચર્સ કન્ટેન્ટ ક્રિએટ કરનારા લોકોને કાલ્પનીક ફિલ્મ સેટીંગ્સ બનાવવામાં મદદ કરશે પછી તેઓ પોતાના બનાવવામાં આવેલા વિડીયોમાં તેને સ્વેપ કરી શકશે.
- Advertisement -
આ ફિચરને લાવવા પાછળ ગુગલનો ઉદેશ ઓપન એઆઈ અને માઈક્રોસોફટ જેવા પ્રતિસ્પર્ધીઓને ટકકર આપવાનો છે. જેમણે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ સાથે જોડાયેલ પોતાની પ્રોડકટ પહેલાથી જ લોંચ કરી દીધી છે.
યુ ટયુબનાં સીઈઓ નીલમોહને ગત મહિને યુ ટયુબ કમ્યુનીટીને સંબોધીત કરતા લખ્યુ હતું કે, આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની શકિતએ ગતિ પકડવી શરૂ કરી દીધી છે.તેની મદદથી વિડીયો બનાવટનું કામ હવે નવી રીતે કરવામાં આવી શકે છે. હાલ અસંભવ લાગતુ આ કામ પણ સંભવ થઈ શકશે. યુ ટયુબ માટે ક્ધટેન્ટ બનાવનારા લોકો આવનારા મહિનાઓમાં આ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો ફાયદો ઉઠાવી શકશે.