– સૌથી વધુ સર્ચનો ટ્રેન્ડ ટી-20 વિશ્વકપનો રહ્યો
કોરોના મહામારીના કળણમાંથી નીકળીને લોકો માટે વર્ષ 2022 પહેલું એવું વર્ષ રહ્યું હતું, જયારે લોકોએ ખુલ્લામાં રાહતનો શ્વાસ લીધો હતો. લોકોની ચાલી આવતી રુચિમાં વીતેલા વર્ષોમાં ચાલ્યા આવતા કેટલાક ટ્રેન્ડસ પણ બદલાયા જેની ઝલક ગુગલ ઈન્ડીયા તરફથી કરવામાં આવેલ સર્ચ રિપોર્ટમાં બહાર આવી છે.
- Advertisement -
ભારતમાં વર્ષ 2022 માટે જાહેર ગુગલ સર્ચના ટોપ ટ્રેન્ડસ બતાવે છે કે, સૌથી વધુ સર્ચ ટી-20 વિશ્વકપ, એશિયાકપ, ફીફા વિશ્વકપ માટે કરવામાં આવ્યું હતું. આ જ રીતે મહિલા ક્રિકેટ વિશ્વકપ પણ ટ્રેડીંગ સર્ચ રહ્યું.
ફિલ્મોની વાત કરીએ તો હિન્દી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અને કન્નડ ફિલ્મ ‘કેજીએફ-2’ ટોપ સર્ચ રહી હતી. આ ઉપરાંત ફિલ્મોમાં ‘ધી કશ્મીર ફાઈલ્સ’, ‘લાલસિંહ ચઢ્ઢા’, ‘દ્દશ્યમ-2’ તેલુગુ ફિલ્મ ‘આરઆરઆર’ અને ‘પુષ્પા: ધી રાઈઝ’ સર્ચમાં આગળ રહી, આ ફિલ્મોના બારામાં સર્ચ કરવામાં લોકોની ઘણી રુચિ રહી હતી તો ચાંદ વલિયા અને શ્રીવલ્લી સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ગીતો રહ્યા.
સરકારી યોજનાઓ જેમકે ઈ-શ્રમ કાર્ડ અને અગ્નિપથ સ્કીમને લઈને સૌથી વધુ સવાલ કરવામાં આવેલ. લોકોએ આસપાસના સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, મોલ્સ, મુવી માટે ગુગલ પર ખૂબ જ સર્ચ કર્યું હતું.
- Advertisement -
ટ્રેન્ડીંગ હસ્તીઓમાં નુપુર શર્મા, દ્રૌપદી મુર્મુ, ઋષી સુનક, સુસ્મીતા સેન, અબ્દુ રોજિક સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લતા મંગેશકર, શેન વોર્ન, કવીન એલિઝાબેટ, સિદ્ધુ મુસેવાલા, કે.કે. ને પણ ખૂબ સર્ચ કરવામાં આવ્યા હતા. તો ખાવા-પીવાના સેકશનમાં પનીર પસદો, મલાઈ કોકતા, પનીર ભુરજી, લાડુ વગેરે ખોરાક પર ભારતીયોએ સૌથી વધુ સર્ચ કર્યું હતું.