રોઝા બોનહેર, જે તેની વાસ્તવિક શૈલી માટે જાણીતી છે, તેને “કલામાં મહિલાઓની ભાવિ પેઢી”ને પ્રેરણા આપવાનો શ્રેય આપવામાં આવે છે.
Googleએ ફ્રેન્ચના પ્રખ્યાત પ્રાણીઓના ચિત્રકલાકાર રોઝા બોનહેરની 200મી જન્મજયંતિની ઉજવણી કરતા તેના હોમપેજ પર સુંદર ડૂડલ વડે રોઝા બોનહેરને સન્માનિત કર્યા.
રોઝા બોનહેર, જેમની સફળ કારકિર્દીમાં “કલામાં મહિલાઓની ભાવિ પેઢી” ને પ્રેરણા આપી હોવાનું કહેવાય છે તે તેની વાસ્તવિક શૈલી માટે જાણીતી છે. 19મી સદીની સૌથી પ્રખ્યાત મહિલા ચિત્રકારોમાંની એક રોઝા બોનહેર પ્રાણીઓના ચિત્રકાર (એનિમલિયર) તરીકે જાણીતા હતા, આજ રોઝા બોનહેરની 200મી જન્મજયંતિ નિમિતે ગુગલના સર્ચ એન્જિનના હોમપેજ પર સમ્માનની લાગણી સાથે Google Doodle મૂક્યું છે
- Advertisement -
રોઝાની પેઇન્ટિંગની શૈલી સાથે ડૂડલે કલાકારને એક ઝાડ નીચે બેઠેલા, ઘેટાંના ટોળા સાથે લીલોત્રીને જોતા દર્શાવ્યા હતા. બોનહેર કુદરતી વાતાવરણમાં ચિત્રકામ કરતા જોવા મળ્યા હતા.
ફ્રાન્સના બોર્ડેક્સમાં 16 માર્ચ, 1822ના રોજ જન્મેલા રોઝાને પ્રારંભિક કલાત્મક શિક્ષણ તેમના પિતા દ્વારા આપવામાં આવ્યું હતું, રોઝાના પિતા એક નાના લેન્ડસ્કેપ ચિત્રકાર હતા. “જો કે કળામાં કારકિર્દી માટેની તેણીની આકાંક્ષાઓ તે સમયની મહિલાઓ માટે બિનપરંપરાગત હતી, તેમ છતાં બોનહેરે કાળજીપૂર્વક વર્ષોના અભ્યાસ દ્વારા અને કેનવાસ પર સ્કેચ અમર બનાવતા પહેલા સ્કેચ તૈયાર કરીને કલાત્મક પરંપરાઓના વિકાસનું નજીકથી પાલન કર્યું,”
એક લોકપ્રિય શિલ્પકાર પણ, તેણીની કૃતિઓને 1841 થી 1853 દરમિયાન પ્રતિષ્ઠિત પેરિસ સલૂનમાં પ્રદર્શિત થયા પછી લોકપ્રિયતા મેળવવાનું શરૂ થયું.