બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાની અસર આ વેપાર થઈ
બોર્ડર પર 3500 કરોડનો માલ અટવાયો છે
- Advertisement -
આંતરિક મામલાની અસર અમદાવાદ અને સુરતમાં દેખાઈ
બાંગ્લાદેશની કથળતી પરિસ્થિતિની ભારતના ઉદ્યોગો પર નકારાત્મક અસર થઈ છે. અમદાવાદ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના કરોડો રૂપિયા અટવાયા.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મોટાપાયે વેપાર થાય છે. બંને દેશો વચ્ચે ઘણી વસ્તુઓની આયાત-નિકાસ થાય છે. ત્યારે બંને દેશો વચ્ચે હજારો કરોડનો વેપાર થાય છે જે હાલ છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે. બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાની અસર આ વેપાર પર થઈ રહી છે.
- Advertisement -
બાંગ્લાદેશમાં હાલ રાજકીય અસ્થિરતાની અસર ભારતના ઉદ્યોગો પર પણ થઈ રહી છે. ત્યારે બાંગ્લાદેશમાં કથળતી પરિસ્થિતિને કારણે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો પડ્યો છે. ગુજરાતમાંથી બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં કાપડની નિકાસ થાય છે. ત્યારે બાંગ્લાદેશમાં સંકટ વચ્ચે બોર્ડર પર પણ સ્થિતિ તંગ છે. જેના કારણે ગુજરાતનો 3500 કરોડનો માલ બાંગ્લાદેશ બોર્ડર પર અટવાયો છે.
ગુજરાતના વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા
ગુજરાતના વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ બોર્ડર પર ફસાતા વેપારીઓને ફટકો પડ્યો છે. માહિતી અનુસાર, બોર્ડર પર 3500 કરોડનો માલ અટવાયો છે. જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. બાંગ્લાદેશના આંતરિક મામલાની અસર અમદાવાદ અને સુરતમાં દેખાઈ રહી છે.
માહિતી અનુસાર, ગુજરાતના ટેક્સટાઇલનો મોટો જથ્થો બાંગ્લાદેશમાં વેચાય છે. ત્યારે અમદાવાદ અને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે, અમદાવાદ, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના કરોડો રૂપિયા અટવાયા છે. ગુજરાતના વેપારીઓનો અંદાજે 3500 કરોડ રૂપિયાનો માલ બોર્ડર પર ફસાયોછે.