ભારત-રશિયામાં 96% પેમેન્ટ પોતાની કરન્સીમાં: પુતિન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પુતિને કહ્યું, ‘અમે ભારતની સાથે મળીને નવા આંતરરાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ રૂટ બનાવી રહ્યા છીએ. જેમાં એક મોટો પ્રોજેક્ટ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પણ સામેલ છે.’
‘આનો અર્થ એ છે કે રશિયા કે બેલારૂસથી સામાન સીધો હિંદ મહાસાગરના માર્ગે પહોંચી શકશે. આનાથી વેપાર ઝડપી, સસ્તો અને સરળ બનશે.’
પુતિને કહ્યું- વડાપ્રધાને અમને તે પડકારોની એક યાદી આપી છે જેના પર બંને સરકારોએ ધ્યાન આપવું જોઈએ અને અમે તેના પર કામ કરીશું.
તેમણે કહ્યું કે ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન વચ્ચે જો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (ઋઝઅ) બની જાય, તો બંનેને ફાયદો થશે.
તેમણે કહ્યું કે બંને દેશ ધીમે ધીમે પોતાની રાષ્ટ્રીય મુદ્રાઓમાં વેપાર તરફ આગળ વધી રહ્યા છે, અને હાલમાં 96% લેવડદેવડ આ રીતે જ થઈ રહી છે.
ઊર્જા ક્ષેત્રે અમારી ભાગીદારી ખૂબ સફળ છે. તેલ, ગેસ, કોલસો અને ભારતની ઊર્જા જરૂરિયાતોથી જોડાયેલી દરેક વસ્તુનો પુરવઠો સ્થિર છે.
પુતિને કહ્યું- ઙખ મોદી સાથે ડિનર પર મારી વાતચીત સ્પેશિયલ અને વિશેષ અધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી માટે ખૂબ મદદરૂપ રહી. ઙખ મોદી અને મેં એક નજીકનો વર્કિંગ ડાયલોગ બનાવ્યો છે. અમે જઈઘ સમિટ દરમિયાન મળ્યા હતા, અને અમે પોતે રશિયા-ભારત ડાયલોગની દેખરેખ રાખી રહ્યા છીએ.
રશિયન નાગરિકો માટે 30 દિવસનો ટૂરિસ્ટ વિઝા જારી થશે
આતંકવાદ સામે ભારત-રશિયા સાથે: PM મોદી
- Advertisement -
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ વર્ષે ઓક્ટોબરમાં, લાખો ભક્તોએ ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફોરમમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના આશીર્વાદ લીધા. તેમણે કહ્યું કે મને ખુશી છે કે અમે ટૂંક સમયમાં જ રશિયન નાગરિકો માટે 30 દિવસનો ફ્રી ઈ-ટૂરિસ્ટ વિઝા અને 30 દિવસનો ગ્રુપ ટૂરિસ્ટ વિઝા શરૂ કરવા જઈ રહ્યા છીએ. મોદીએ કહ્યું- ભારત અને રશિયા લાંબા સમયથી આતંકવાદ સામેની લડાઈમાં ખભાથી ખભો મિલાવીને ઊભા છે. ભલે તે પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો હોય કે ક્રોકસ સિટી હોલ પર થયેલો કાયરતાપૂર્ણ હુમલો, આ તમામ ઘટનાઓનું મૂળ એક જ છે. તેમણે કહ્યું- ભારતનો આ પાક્કો વિશ્ર્વાસ છે કે આતંકવાદ માનવતાના મૂલ્યો પર સીધો હુમલો છે અને તેની સામે દુનિયાની એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે. ઞગ, ૠ20, ઇછઈંઈજ, જઈઘ અને અન્ય મંચો પર ભારત અને રશિયાનો નજીકનો સહયોગ છે. અમે આ તમામ મંચો પર અમારી વાતચીત અને સહયોગ ચાલુ રાખીશું.



