160 કિમી/કલાકની ઝડપે ગુડ્ઝ ટ્રેન ચાલશે
264 વજન વહન કરવાની ક્ષમતા : સૌથી પહેલા દિલ્હી-ગઈછ-મુંબઇ વચ્ચે શરૂ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય રેલવેએ સેમી હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની જેમ વધારે સ્પીડવાળી માલગાડી પણ શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનને દેશમાં સૌથી પહેલા દિલ્હી-એનસીઆર અને મુંબઇ ક્ષેત્રોની વચ્ચે સંચાલિત કરવાની યોજના છે.
આ અંગે રેલવે બોર્ડે 11 ઓક્ટોબરે ઝોનલ રેલવેના જનરલ મેનેજરોને પત્ર લખીને જણાવ્યું હતું કે ફ્રેટ ઇએમયુ નામની આ ટ્રેનો દેશમાં એક સુપર ફાસ્ટ પાર્સલ સેવાના રૂપમાં પોતાની સેવાઓ આપશે. સેમી હાઇ સ્પીડ ટ્રેન ચલાવવાનો ઉદ્દેશ ઉચ્ચ મૂલ્યો અને સમય પ્રત્યે સંવેદનશીલ કાર્ગો ક્ધસાઇનમેન્ટ પર પકડ મજબૂત બનાવવાનો છે. હાલમાં ટ્રાન્સપોર્ટના અન્ય માધ્યમથી માલની હેરફેર કરવામાં આવે છે.
વંદે ભારત ગુડ્સ ટ્રેનોને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ક્ધટેનરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
- Advertisement -
આ ટ્રેનોમાં સ્વચાલિત સ્લાઇડિંગ દરવાજાઓની સાથે 1800 મિમી પહોળા રેકમાં તાપમાન પ્રત્યે સંવેદનશીલ કાર્ગો માટે રીફર ક્ધટેનરોને લોડ કરવાની જોગવાઇ પણ છે.
પેલેટ્સને આસાથી સંચાલિત કરવા માટે તેમાં રોલર ફલોર સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે. માલગાડીની કુલ પેલોડ ક્ષમતા 264 ટન હશે.