તા.25થી રાજયમાંથી ચોમાસુ પાછુ ખેચાશે : ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ભારે વરસાદની શકયતા: તા.25-26 બાદ હવામાન
ચોખ્ખુ થશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં નેરૂત્યના ચોમાસાનો આખરી રાઉન્ડ શરૂ થયો છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ભારે અને અન્ય સ્થળોએ છૂટાછવાયા વરસાદની શકયતા છે અને આ વર્ષે ચોમાસું વિલંબથી પરત ખેચાશે તેવી અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી. સામાન્ય રીતે નેરૂત્યનું ચોમાસુ તા.1 સપ્ટેમ્બરથી રાજસ્થાનમાંથી પાછું ખેચાવાનો પ્રારંભ થાય છે પણ આ વર્ષે રાજસ્થાનમાંથી તા.17-18 સપ્ટેમ્બરથી ચોમાસુ પાછું ખેચાશે અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના વાઈસ પ્રેસીડેન્ટ (નેધર ચેઈન્જ વિભાગ) પરેશ પાલાવતના જણાવ્યા મુજબ ગુજરાતમાં તા.25-26 સપ્ટેમ્બરથી ચોમાસું પાછું ખેચાવાનો પ્રારંભ થશે અને આ સમય દરમ્યાન રાજયભરમાં વરસાદની શકયતા નહીવત બની જશે તથા હવામાન ચોખ્ખુ થઈ જશે અને તબકકાવાર શિયાળાનું પગરણ નવેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થશે. ગુજરાતમાં તા.26થી નવરાત્રીનો મહોત્સવ શરૂ થશે અને રાજયમાં છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાકાળ અને તેની અસરના કારણે નવરાત્રી ઉજવણી નહીવત રહી હતી અને હવે તમામ નિયંત્રણો દુર થતા નવરાત્રી ઉજવણીનો જબરો ઉત્સાહ શરૂ થયો છે.
- Advertisement -
આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
અમદાવાદ સહીત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હાલ ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેને લઈને છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેવામાં આજરોજ હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યના તમામ પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ 40થી 60 કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે પવનો ફૂંકાશે તેવી પણ આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 13 અને 14 સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય સાર્વત્રિક રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.